ડીસામાં ધોળા દિવસે પાર્ક પડેલી ગાડીના કાચ તોડી ચોરી

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ટ્રાફિકથી ધમધમતા તાલુકા પઁચાયત પાસેના બસ સ્ટેન્ડ રોડ ઉપર પાર્ક પડેલી ગાડીના કાચ તોડી અજાણ્યા ગઠિયા ધોળા દિવસે બેગ ચોરીને ફરાર થઇ ગયા હતા.
 
લાખણી તાલુકાના મટુ ગામના કિશોરભાઈ મેરુજી પ્રજાપતિ ગઈકાલે બુધવારે કામ અર્થે પોતાની ગાડી લઈને ડીસા આવ્યા હતા જ્યાં પ્રથમ બેંકનું કામ પતાવી તાલૂકા પઁચાયત ગયા હતા જ્યાં બપોરે બાર વાગે ગાડી રોડ ઉપર પાર્ક કરી કામ અર્થે તાલુકા પઁચાયત તરફ ગયા હતા જ્યાં કામ પતાવી તરત પરત આવતા ગાડીના કાચ તૂટેલા જણાયા હતા અને ગાડીમાં મુકેલી એટીએમ સહિતના જરૂરી દસ્તાવેજ અને સરસામાન ભરેલી બેગ ગાયબ જણાઈ હતી તેથી જાહેર રોડ ઉપર ધોળા દિવસે કોઈ ગઠિયો દાવ અજમાવી ગયો હોવાનું જણાતા તેમણે આ બાબતની ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી તેથી દોડી આવેલી પોલીસે જાહેર રોડ ઉપર લગાવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવી ગઠિયાઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
 
ધોળા દિવસે બનેલા આ બનાવથી આમપ્રજામાં ફફડાટ ફેલાયો છે ત્યારે કિશોરભાઈ પ્રજાપતિ પ્રથમ બેંકમાં ગયા તેથી મોટી રકમ ઉપાડી હોવાની આશન્કા એ ગઠિયા ટોળકીએ તેમનો પીછો કરી બેગ ચોરીનો અંજામ આપ્યો હોવાનું જણાય છે જેના કારણે હાલની લગ્નસરાની સીઝનમાં શહેરમાં ઠગ અને ગઠિયા ટોળકીએ ધામા નાખ્યા હોવાનું સ્પષ્ટ થઇ જાય છે ત્યારે પોલીસ આ દિશામાં તપાસ કરે તો અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાઈ શકે તેમ છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.