જુના ડીસામાં જર્જરીત મકાન અચાનક ધરાશાયી થતા અફરાતફરી

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં અને ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત મકાનો લોકોની સમક્ષ નજર આવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારે આવુ જ એક જર્જરીત મકાન અચાનક તુટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ નહોતી. ઘટનાને પગલે તંત્રએ જર્જરીત મકાનો નવા બનાવવાની બાંહેધરી આપી હોવાનું સુત્રો જણાવી રહયા છે.
 
ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ જર્જરતી મકાન ધરાશાયી થવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે જર્જરિત મકાન બાબતે જુનાડીસા ગામના સ્થાનિક અગ્રણીઓ દ્વારા ગામ પંચાયત તથા ઉચ્ચ કક્ષાએ અવારનવાર લેખિત તથા મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી છે. પણ સરકારી બાબુઓની ભ્રષ્ટ નીતિના કારણે આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.
 
જોકે આવનાર ચોમાસુ ઋતુમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવા સંકેતો ગામલોકોમાં વર્તાઈ રહ્યા છે. સમગ્ર મામલે સરકારી તંત્રે આ બાબતની નોંધ લઈ જર્જરિત મકાનો નવા બનાવવા બાંહેધરી આપી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.