02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણાના રાજપુર પાસે અજાણ્યા શખ્શોએ છરીના આડેધડ ઘા ઝીકી કર્યો હુમલો:એકનું મોત:એક ગંભીર

મહેસાણાના રાજપુર પાસે અજાણ્યા શખ્શોએ છરીના આડેધડ ઘા ઝીકી કર્યો હુમલો:એકનું મોત:એક ગંભીર   27/07/2018

મહેસાણાના રાજપુર પાસે બે વ્યક્તિ પર છરીના ઘા ઝીકી હુમલો કરાતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે.  આ અંગેની મળતી વિગત મુજબ મહેસાણાના રાજપુર પાસે બે વ્યક્તિ પર અજાણ્યા શખ્શોએ છરી ના ઘા મારી હુમલો કર્યો હતો. જેમા એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસને મળતી માહિતી મુજબ મૃતક રાજુભાઇ ગાંડાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યુ છે.  આ બનાવની જાણ નંદાસણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ મુતદેહનો કબજો સભાળી લીધો હતો. પોલીસે યુવાનની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી. યુવાનની હત્યાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Tags :