પાલનપુર-ડીસા હાઇવે પર કુષ્કલ પાસે બોલેરો અને કાર વચ્ચે અકસ્માતમાં ૧ નું મોત : ૯ ઘાયલ

પાલનપુર-ડીસા હાઇવે પર કુષ્કલ ગામના પાટિયા પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ એક શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. જયારે ૬ શિક્ષકો તેમજ બોલેરોમાં સવાર ૩ વ્યક્તિઓને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
દાંતીવાડા તાલુકાની રામસણ પ્રાથમિક શાળા અને ડાંગીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો ગુરૂવારે સ્કૂલે જઈ રહ્યા હતા. દરમિયાન કુષ્કલ ગામ ના પાટિયા પાસે બોલેરો અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ શિક્ષકો તેમજ બોલેરોમાં સવાર ૩ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
જેમાં ડાંગીયા શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.