લાખણી તાલુકા પંચાયતની વર્તમાન બોડીને સુપરસીડ કરાતાં ખળભળાટ:તાલુકા પંચાયતનો ચાર્જ વહીવટદારને સોપાયો

ડીસા
લાખણી તાલુકા પંચાયતના અગાઉ બજેટ નામંજુર થવાના મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. દરમીયાન ગઈકાલે ગાંધીનગર વિકાસ કમિશ્નર દ્વારા તાલુકા પંચાયતની વર્તમાન બોડીને સુપરસીડ કરવાનો નિર્ણય કરાતા ખળભળાટ વ્યાપી ગયો છે. હાલમાં લાખણી તાલુકા પંચાયતનો ચાર્જ વહીવટદાર એટલે કે નાયબ જિલ્લા અધિકારીને સોપવામાં આવ્યો છે. બીજી તરફ લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવતા ભાજપના અગ્રણીઓએ પેડા વહેચી આનંદવ્યક્ત કર્યો હતો. 
તાજેતરના વર્ષોમાં નવરચના થયેલ લાખણી તાલુકા પંચાયત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાઈ છે. તાલુકા પંચાયતના બજેટ સામે કોંગ્રેસને ભાજપના ૧૧ - ૧૧ સભ્યો હોવાથી સરખા મત પડતા બજેટા નામંજુર થયુ હતું. આમ પાતળી બહુમતીના પગલે બજેટ ત્રણ ત્રણ વખત નામંજુર થતા મામલો ગાંધીનગર વિકાસ કમિશ્નર સુધી પહોંચ્યો હતો. દરમિયાન ગઈકાલે વિકાસ કમિશ્નર નલીન ઠાકરે ૧૯૯૩ ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ રપ૩ ની પેટા કલમ (૪) અન્વયે લાખણી તાલુકા પંચાયતને છ મહિના માટે સુપરસીડ કરવાનો આદેશ કર્યો છે. અને તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે બનાસકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. હડીયોલને ચાર્જ સોપવામાં આવ્યો છે. 
લાખણી તાલુકા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના હતા તો ઉપપ્રમુખ ભાજપમાંથી હતા. ત્યારે લાખણી તાલુકા પંચાયત સુપરસીડ થતા કોંગ્રેસે સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના અવસાનના પગલે સાત દિવસનો શોક હોવા છતાં  લાખણી તાલુકા ભાજપના પ્રમુખ હેમરાજભાઈ અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન બાબરાભાઈએ વહીવટદારને પેડા ખવડાવી સ્વાગત  કર્યુ હતું. લાખણીમાં ભાજપના અગ્રણીઓએ એકબીજાને પેડા ખવડાવી ખુશી વ્યક્ત કરતા આ મામલો ચર્ચાના એરણે ચડ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.