અબાસણા ગામે સ્થાનીક ધારાસભ્યના પીએ સહિત પાંચ જુગારીયા ઝડપાયા

 

 અબાસણા ગામે સ્થાનીક ધારાસભ્યના પીએ સહિત પાંચ જુગારીયા ઝડપાયા 

 
ડીસા
ભાભર પોલીસે ગઈકાલે અબાસણા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં રેડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસે રૂ ૧૯૮ર૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જા કે ઝડપાયેલ શખ્સો પૈકી એક શખ્સ સ્થાનિક ધારાસભ્યના પીએ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એચ. ચૌધરીની સુચનાથી સર્કલ પીઆઈના માર્ગદર્શનના આધારે ભાભર પી.એસ.આઈ. એસ.એસ. રાણે તથા સ્ટાફના માણસો ગઈકાલે અબાસણા ગામની સીમમાં પેળાદજી ઈશ્વરજી ઠાકોરના ખેતરમાં ઝાડ નીચેની જગ્યમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પેળાદજી ઈશ્વરજી ઠાકોર, મુÂક્તજી વાહજીજી ઠાકોર, દિનેશજી પોપટજી ઠાકોર તથા અક્ષયકુમાર માનાજી ઠાકોર, અરવિંદભાઈ હંસુરામભાઈ પરમાર રહે અબાસણા તા. ભાભર વાળાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૩૮ર૦/-  તથા મોબાઈલ નંગ ૩ કિ.રૂ. ૬૦૦૦/- મળી કુલ ૧૯૮ર૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરૂધ્ધમાં જુગાર એક્ટ કલમ ૧ર મુજબ ગુન્હો ભાભર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.