02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / બિઝનેસમેન પતિએ પત્ની પર કરાવ્યા હતા ચપ્પુના 17 ઘા, હત્યારાઓને કહ્યું હતું- ત્યાં સુધી મારજો, જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થાય

બિઝનેસમેન પતિએ પત્ની પર કરાવ્યા હતા ચપ્પુના 17 ઘા, હત્યારાઓને કહ્યું હતું- ત્યાં સુધી મારજો, જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થાય   30/07/2018

કાનપુરમાં થયેલા જ્યોતિ હત્યાકાંડે આખા ઉત્તરપ્રદેશને હલબલાવી નાખ્યું હતું. મર્ડરનો આરોપી હાલ કાનપુરની જેલમાં બંધ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ક્રૂર હત્યાકાંડને એક કારમાં અંજામ આપવામાં આવ્યો હતો, જેનો માસ્ટરમાઇન્ડ તેનો બિઝનેસમેન પતિ પિયુષ પોતે જ હતો. પૂછપરછમાં પિયુષે કબૂલ્યું હતું કે, મેં મર્ડર પ્લાન કર્યું હતું, કારણકે મારા અફેરમાં તે અડચણ બની ગઇ હતી. તેમાં મેં 4 લોકોની મદદ લીધી અને તેમને કહ્યું હતું- ત્યાં સુધી ચપ્પુ મારજો જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થઇ જાય.
 
1 સપ્ટેમ્બર, 1988ના રોજ જબલપુર (મધ્યપ્રદેશ)માં જ્યોતિનો જન્મ થયો હતો. 2012માં કાનપુરના બિસ્કિટનો બિઝનેસ કરતા ઓમપ્રકાશ શ્યામદાસાનીના નાના દીકરા પિયુષ સાથે તેના લગ્ન થયા હતા. લગ્નના બે વર્ષ પછી 27 જુલાઈ, 2014ની રાતે જ્યોતિની હત્યા થઇ ગઇ. મર્ડરનો માસ્ટરમાઈન્ડ બીજું કોઇ નહીં પરંતુ તેનો પતિ હતો. આ હત્યામાં ચાર અન્ય લોકો સામેલ હતા, જે કાનપુર જેલમાં બંધ છે.
 
27 જુલાઈની રાતે લગભગ 10 વાગે પત્ની સાથે પિયુષ શહેરની વરાંડા રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયો હતો. ત્યાંથી લગભગ 11.30 વાગે બંને કારમાં બેસી ઘરે જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં ચાર બદમાશોએ તેમની કાર અટકાવી અને પિયુષને બહાર કાઢ્યો અને જ્યોતિને લઇને જતા રહ્યા.
 
- લગભગ 1 કલાક વીતી ગયા પછી લગભગ 12.30 વાગે પિયુષે સ્વરૂપનગર પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાવી. રાતે 2 વાગે પોલીસને શહેરના પનકી વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો હોવાની બાતમી મળી. જેની ઓળખ જ્યોતિ શ્યામદાસાની તરીકે થઇ. 
- મામલો હાઈ પ્રોફાઇલ હોવાના કારણે સ્થળ પર તત્કાલીન આઇજી આશુતોષ પાંડેય પોતે પહોંચ્યા હતા. જ્યોતિના ડેડબોડી પર તમામ ઘરેણા તેમજ કારમાં તેનો મોબાઈલ યથાવત મળ્યા. તે જોઇને પોલીસને શંકા થઇ. 
- ત્યારબાદ જ્યોતિના ઘરવાળાઓએ જમાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો. સાથે જ પોલીસને પિયુષનું અન્ય કોઇ મહિલા સાથે અફેર હોવાની માહિતી પણ મળી. તે પછી પિયુષ પોલીસના રડારમાં આવી ગયો.
 
તપાસમાં મર્ડરની પાછળ અફેરની વાત સાચી નીકળી. પોલીસે તે સમયે જણાવ્યું હતું કે ઓફિસમાં કામ કરતી એક મહિલા સાથે પિયુષને અફેર હતું. તેની જાણકારી પિયુષના મોબાઈલની કોલ ડિટેઇલ્સમાંથી મળી હતી. પિયુષે એક નંબર પર ઘટનાના દિવસે 6 કલાકમાં 150 મેસેજ કર્યા હતા.
 
- પૂછપરછમાં પિયુષે કબૂલ્યું હતું કે મેં જ મર્ડર પ્લાન કર્યું હતું કારણકે તે મારા અફેરમાં અવરોધ બની ગઇ હતી. એટલે મેં ચાર લોકોની મદદ લીધી અને તેમને કહ્યું હતું કે ત્યાં સુધી ચપ્પુ મારજો જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થઇ જાય.
 
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યોતિના શરીર પર 17 વખત ચપ્પુના ઘા વાગ્યા હોવાની પુષ્ટિ થઇ હતી. 4 પેટમાં, 4 ગરદન પર, 2 માથાની પાછળના હિસ્સામાં, 4 પગ અને 2 પાછળ હિપ્સ પર ચપ્પુના ઘા વાગ્યા હતા. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે પિયુષે કેટલી ક્રૂરતાથી પત્નીની હત્યાનો પ્લાન કર્યો હતો.

Tags :