ડીસા સહિત જિલ્લામાં રવિ સિઝન લેવાની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ અણીના સમયે હવામાન પોત પ્રકાશી રહ્યું છે. જેના કારણે હવામાનમાં વારંવાર પલટા આવે છે. તેમાં પણ આકાશમાં કાળા ભમ્મર વાદળા ગોરંભાતાં ખેડૂતોના જીવ પડીકે બંધાય છે. જેથી ખેડૂત પરિવારો પાક લેવામાં ઉતાવળ કરી રહ્યા છે ત્યારે માવઠાની દહેશત વચ્ચે ડીસાના રેલ્વે સ્ટેશન ઢુવા જતાં રોડ ઉપર આવેલ રમેશભાઇ લોધાના ફાર્મ ઉપર બટાટા કાઢવાની પ્રક્રિયા પૂરજાશમાં ચાલી રહી છે. હવામાન વિભાગે તા. ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ઠંડી સાથે માવઠાની દહેશત પણ વ્યક્ત કરી છે. તેથી ખેડૂત પરિવારો ઝટપટ પાક લેવાના કામમાં જાતરાઇ ગયા છે.