02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / અકસ્માતમાં બાઈક પર લગાવેલો ધજાનો સળિયો યુવાનના શરીરની આરપાર નીકળ્યો

અકસ્માતમાં બાઈક પર લગાવેલો ધજાનો સળિયો યુવાનના શરીરની આરપાર નીકળ્યો   29/09/2018

સાંતલપુર: શહેરોમાં દિવસેને દિવસે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ અમુક અકસ્માતો એવા હોય છે કે આપણે આપણા શોખ માટે લગાવેલી વસ્તુ ક્યારેક આપણા માટે મોતનું કારણ બનતું હોય છે. આવો એક કેસ સાંતલપુરના ફૂલપુર ગામે સામે આવ્યો છે.
 
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, પાટણના સાંતલપુરના ફુલપુર ગામના યુવાનને આજે અકસ્માત નડ્યો હતો. સાંતલપુરના ફુલપુરા રોડ પર વ્યક્તિએ બાઈક વળાંક લેતા સ્લીપ મારી ગઇ હતી. જેના કારણે બાઈક પર લગાવેલો સળિયો તેના પીઠમાં આરપાર ઘૂસી ગયો હતો.
 
ફુલપુરા નો યુવાન પોતાનું મોટરસાયકલ લઈ વારાહી થી ફુલપુરા જઈ રહ્યો હતો ત્યારે યુવાને પોતાના શોખ ખાતર બાઇકની આગળના વ્હીલ પર લગાવેલો સળીયો આજે તેના માટે મોતનું કારણ બનતા બનતા રહી ગયો હતો. બાઇક આગળ લગાવેલ ધજા રાખવાનો સળિયો અકસ્માતના કારણે યુવાન બાઇક પર પટકાતાં પીઠની પાછળથી સળિયો ઘુસીને આરપાર થયો હતો.
 
તમને જણાવી દઇએ કે આ કેસમાં યુવાનને પીઠ પાછળ સળિયો આરપાર નીકળી પેટની આગળ નીકળ્યો હતો. તેમ છતાં તે વ્યક્તિ જીવિત છે. ઘટનાને પગલે વારાહી 108 વાનને જાણ કરતાં મોટરસાયકલ સાથે ઘુસેલો સળિયો કાપીને સળિયા સાથે યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
સળિયો કાપી પાટણ હોસ્પિટલના ડોક્ટરે કેસ હાથમાં ન લેતા યુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ગંભીર હાલતમાં યુવાનને તાત્કાલિક અમદાવાદ ખસેડાયો હતો.

Tags :