મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનતાં સ્થતિ વણસી

મરાઠા અનામતની માંગને લઇને મહારાષ્ટ્રમાં ફરી એકવાર Âસ્થતી વિસ્ફોટક બની ગઇ છે. આજે પોતાની માંગોને લઇને માર્ગો પર ઉતરેલા લોકોએ પુણે-સોલાપુર હાઇવે પર નાકાબંધી કરી હતી. બીજી બાજુ અનામતની માંગને લઇને આંદોલનકારી આજથી જેલ ભરો આંદોલન શરૂ કરી ચુક્યા છે. જેલ ભરો આંદોલનની ચેતવણીને ધ્યાનમાં લઇને મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિ જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી  છે. જેલ ભરો આંદોલનની ચેતવણીને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબૂત કરવામાં આવી છે. મુંબઈ મરાઠા ક્રાંતિના લોકોનું કહેવું છે કે, સરકાર ઉપર દબાણ લાવવામાં આવશે. ૯મી ઓગસ્ટથી અસહયોગ આંદોલન છેડવામાં આવશે. આમા મોટી સંખ્યામાં લોકો માર્ગો ઉપર ઉતરશે. બીજી બાજુ અનામતને લઇને મરાઠા બાદ હવે મુÂસ્લમ અને લિંગાયત સમાજના અનામતને લઇને પણ મુદ્દો ગરમી પકડી રહ્યો છે. સોમવારના દિવસે પુણે-નાસિક મહામાર્ગ ઉપર વ્યાપક હિંસા થઇ હતી. મંગળવારના દિવસે પણ સરકારી બસ સેવા બંધ કરવામાં આવી હતી. સોમવારે થયેલી હિંસામાં આઠ કરોડનું નુકસાન થયું હતું. પુણે હિંસાના સંદર્ભમાં હજુ સુધી ચાર હજાર લોકો સામે કેસ દાખલ કરાયો છે. નોકરીમાં અનામતની માંગને લઇને મરાઠા સમુદાયના આંદોલનના પરિણામ સ્વરુપે છેલ્લા સપ્તાહથી હજુ સુધી છ લોકોના મોત થઇ ચુક્યા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.