02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / 23 લાખ રોકડા, ઘરેણાં, લોડેડ પિસ્તોલ સાથે કિન્નરના બોડીગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

23 લાખ રોકડા, ઘરેણાં, લોડેડ પિસ્તોલ સાથે કિન્નરના બોડીગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો   08/11/2018

હત્યા કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતા લિંબાયત ગોડાદરા વિસ્તારના કિન્નર પાયલકુંવરના બોડીગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલ, રોકડા રૂ. ૨૩.૬૫ લાખ અને દાગીના મળી કુલ રૂ. ૫૪.૦૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બોડીગાર્ડે આ મુદ્દામાલ કિન્નર પાયલકુંવરનો હોવાની કબૂલાત કરતા તેણે વોન્ટેડ બતાવ્યો છે.
 
ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે લિંબાયત ગોડાદરા રોડ, મંગલપાંડે હોલ પાસેથી ઋતુરાજસિંહ આનંદબહાદૂરસિંહ ચૌહાણ (રહે: રામરાજ સોસાયટી, ગોડાદરા)ને પકડી પાડ્યો હતો. જેની પાસેથી લોડેડ પિસ્તોલ, છ કારતુલ, રોકડા રૂ. ૨૩,૬૫,૫૭૦ અને દાગીના મળી કુલ રૂ. ૫૪,૦૮,૧૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઋતુરાજસિંહની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે 18 વર્ષથી રોજીરોટી માટે સુરત આવ્યો છે.
 
હાલમાં લાલ દરવાજા વસ્તાદેવડી રોડ ખાતે આર.ડી.એસ.એસ. સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યાં સુધી તો વાંધો ન હતો પણ પછી નીજે કબૂલાત તેણે કરી એ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એ કબૂલાત કાંઇક આ મુજબ છે. ઋતુરાજસિંહની સોસાયટીમાં રહેતા પાયલકુંવર આશાકુંવર નામના વ્યંડળના પરિચયમાં તે આવ્યો હતો. પાયલકુંવર તેના વ્યડળના ધંધાના રૂપિયા અને દાગીના તેને ઘરે સલામત રહે તે માટે સાચવવા માટે આપતી હતી. અને પકડાયેલા રૂપિયા, દાગીના પણ પાયલકુંવરના છે. પિસ્તોલ પણ પાયલકુંવરે જ અપાવી હતી. તેના પૈસા અને દાગીના તેના વતન મૂકવા માટે જતો હતો.
 
કિન્નર પાયલકુંવર હાલમાં હત્યા કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપે છે. પાયલકુંવરે તેના વ્યંડળો વચ્ચે વહેંચાયેલા વિસ્તારના મામલે વ્યઢંળો વચ્ચે થયેલા ઝઘડામાં સાગરીતો સાથે મળી પિન્કી બના નામના કિન્નરની હત્યા કરી હતી. જે કેસમાં લાજપોર જેલમાં છે.

Tags :