02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અમિત શાહે અલ્પેશ ઠાકોરને પોતાની હેસિયતનું ભાન કરાવ્યું

અમિત શાહે અલ્પેશ ઠાકોરને પોતાની હેસિયતનું ભાન કરાવ્યું   30/08/2019

રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર બેસનારાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં કફોડી દશા થઇ છે. અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓની લાઈન લાગી હતી. ગુરુવારે સવારે પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેરાલુ બેઠક પર ટીકીટ માંગી હોવાનું ચર્ચાય છે. જો રાધનપુરમાં શંકર ચૌધરીને ટીકીટ અપાશે તો, ખેરાલુમાં અલ્પેશ ઠાકોર સામે વધુ એક દાવેદાર મેદાને આવ્યાં છે. જેના કારણે અલ્પેશ ઠાકોરની ચિંતા વધી છે.
 
ચર્ચા એવી છે કે, બુધવારે મોડી રાત્રે અલ્પેશ ઠાકોર અને ખોડાજી ઠાકોર અમિત શાહને મળવા તેમના થલતેજના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. લગભગ દોઠ કલાક સુધી બહાર બેસી રેહવું પડ્યું હતું પણ અમિત શાહે અલ્પેશ ઠાકોરને મળવા સમય આપ્યો ન હતો. આમ, મુલાકાત ન આપી અમિત શાહે અલ્પેશ ઠાકોરને તેની હેસિયતનું ભાન કરાવ્યુ હતું.

Tags :