02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા તાલુકામાં ઘાસચારો અને સહાય માટે ખેડૂતોને ધરમ ધક્કા

ચાણસ્મા તાલુકામાં ઘાસચારો અને સહાય માટે ખેડૂતોને ધરમ ધક્કા   07/12/2018

 
 
 
                     ચાણસ્મા તાલુકામાં ગત ચોમાસાની ઋતુમાં ૧૦ ઈંચ કરતાં ઓછો વરસાદ થવાને કારણે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સૌ પ્રથમ પાટણ જિલ્લામાં આ તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. અને તાલુકાના તમામ ગામોના પશુપાલકોને ડિસેમ્બર ૧-લી તારીખથી રાહત દરે ઘાસચારો, રોજગારી તેમજ પીવાના પાણીની સુવિધા પુરી પાડવા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તાલુકામાં ઘાસચારાનો જથ્થો પહોંચ્યો નથી. જ્યારે બીજીબાજુ આ તાલુકાના તમામ ખેડુતોનો પાક નિષ્ફળ જતાં પ્રત્યેક ખેડુતને એક હેક્ટર જમીન સામે રૂ.૬૮૦૦ની સહાયનું પેકેજ પ્રચાર માધ્યમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તાલુકા જિલ્લાની કચેરી સુધી આ અંગે કોઈ લેખિતમાં પરિપત્ર કરવામાં ન આવતાં તાલુકાનો ખેડુત સરકારી સહાય મેળવવા દર દર ભટકી રહ્યો છે.
ચાણસ્મા તાલુકામાં સુકા દુષ્કાળની પરિÂસ્થતિને ધ્યાનમાં લઈ તા.૧/૧ર/૧૮ થી તાલુકાના કંબોઈ, વડાવલી, લણવા, ધીણોજ અને ચાણસ્મા ખાતે ઘાસ ડેપો શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી. અને તાલુકાના આશરે ૬૦ કરતાં પણ વધારે ગામોના પશુપાલકો પાસેથી જે તે ગ્રામ પંચાયત દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકામાં પ્રથમ તબક્કે આશરે ૩૭,૦૦૦ કિ.ગ્રા.,ઘાસની માંગણી આવી હતી. જાણવા મળે છે તે મુજબ કંબોઈ-૭૦૦૦ કિ.ગ્રા. વડાવલી-૧૦૦૦૦ કિ.ગ્રા., લણવા-૧૦,૦૦૦ કિ.ગ્રા. અને  ધીણોજ-૧૦,૦૦૦ કિ.ગ્રા.ની માગણી કચેરીને મળી હતી. પરંતુ આધારભુત સુત્રોમાંથી જાણવા મળે છે તે મુજબ આજદિન સુધી એક પણ ડેપોમાં ઘાસનો જથ્થો પહોંચ્યો નથી. આ અંગે ઘાસ ડેપો મેનેજર ચાણસ્માનો સંપર્ક કરતાં આગામી એકાદ બે દિવસમાં આશરે પ૦૦૦ કિ.ગ્રા. ઘાસ તાલુકા કચેરીએ ઉપલબ્ધ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું.

Tags :