જુના નેસડા નજીકથી બકરાં ભરેલી અર્ટીગા ઝડપાઈ ઃ ત્રણ બકરાંના મોત

ભીલડી : બનાસકાંઠા જીલ્લામાં પાણીના મૂલ્યે પશુધનની ખરીદી કરી કતલખાને મોકલી દેવાનો ગોરખધંધો વકરી રહ્યો છે. ત્યારે ગતરોજ ડીસા તાલુકાના જુના નેસડા ગામ નજીકથી બકરાં ભરેલી વૈભવી અર્ટીગા ગાડી ઝડપાયા બાદ આ ગાડીમાંથી ત્રણ બકરાં મૃત હાલતમાં મળતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવની વિગત કઈક એવી છે કે, ડીસા તાલુકાના જુના નેસડા ગામના ત્રણ રસ્તા પાસે ગતરોજ સફેદ રંગની અર્ટીગા ગાડી અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડેલ હતી. આ ગાડીમાં બકરાં ભરેલ હોવાનું જણાતાં રોડ પરથી પસાર થઈ રહેલા પેપળુ ગામના વેરશીભાઈ નારણભાઈ નાઈએ આ મામલે ભીલડી પોલીનું ધ્યાન દોર્યુ હતું. જેના પગલે ભીલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કાચના ઉપરના ભાગે ડાબી સાઈડે  ‘જય ગોગા’ લખેલી નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડીને અકસ્માત નડ્યો હોઈ તેમ આ ગાડીનું આગળનું બમ્પર નજરે પડ્યુ ન હોતુ અને એન્જીન પણ બહાર નીકળી આવેલ હતું.તેમજ ગાડીના આગળનો ભાગ તુટેલ જણાયેલ હતો. બાદમાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી ત્રણ બકરાં મૃત હાલતમાં જ્યારે નવ બકરાં જીવીત હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાકે આ ગાડી બીન વારસી હાલતમાં મળેલ હોઈ પોલીસે અજાણ્યા ગાડી માલીક વિરૂધ્ધ ધોરણસરનો ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.