02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / મહેસાણા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા નીતિન પટેલ પર ભાજપ હાઈકમાન્ડનું દબાણ

મહેસાણા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા નીતિન પટેલ પર ભાજપ હાઈકમાન્ડનું દબાણ   02/04/2019

 
મહેસાણા લોકસભા બેઠક ઉપર ઊંઝામાં આશાબેન પટેલ અને નારણભાઈ પટેલના જૂથ વચ્ચેનો વિખવાદ નડી રહ્યો છે.આંતરિક જૂથવાદ વચ્ચે મજબૂત ઉમેદવાર ભાજપને મળતો નથી, જેના પગલે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર પાર્ટીનું દબાણ આવ્યું છે. આથી હવે નીતિન પટેલને મહેસાણા લોકસભા લડાવાય તેવા સમીકરણો રચાયાં છે. ભાજપની બાકી ત્રણ બેઠકોની ગૂંચ ઉકેલવા માટે પ્રભારી ઓમ માથુરે સોમવારે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચલાવ્યો હતો.
હાઈ કમાન્ડના આદેશના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફરી એકવાર સમજાવાયા છે. ભાજપ હાઈ કમાન્ડની ઇચ્છા પ્રથમથી જ નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી લડે તેવી હતી, પરંતુ નીતિન પટેલના ઇનકારને પગલે અન્ય ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઇ હતી, પરંતુ મહેસાણામાં આંતરિક વિખવાદ વચ્ચે જીતી શકે તેવો ઉમેદવાર નહીં મળતા નીતિનભાઈ પટેલને ઊભા રખાશે.
આ સાથે ઊંઝા વિધાનસભા બેઠક માટે પણ આશાબેન પટેલ અને નારણભાઈ પટેલ વચ્ચેના ઝઘડામાં ત્રીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપવી કે કેમ તેની શક્યતા ચકાસવામાં આવી રહી છે. આજ સાંજ સુધીમાં ભાજપના બાકીના ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે.

Tags :