ભાભર તાલુકાના ૧૦ જેટલા અધિકારીઓને પ્રાંત ઓફિસરે નોટીસ ફટકારતાં ફફડાટ

 
 
ભાભર તાલુકાના ૧૦ જેટલા અધિકારીઓને પ્રાંત ઓફિસરે નોટીસ ફટકારતાં ફફડાટ
 
તા.પ્રતિ. ભાભર
ભાભર તાલુકાના કેટલાક અધિકારીઓ તાલુકાની સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં વારંવાર ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે પ્રાંત ઓફિસર પાટીદારે લાલ આંખ કરી છે. નાયબ કલેકટરે પ્રાંત ઓફિસર પાટીદાર-સુઈગામના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ભાભર ખાતે દર માસના પ્રથમ શનિવારે તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક રાખવામાં આવે છે. સરકારના મહત્વના કાર્યક્રમમાં કેટલાક અધિકારીઓ જાણ કર્યા વગર ગેરહાજર રહેતા હતા. જેના કારણે પ્રાંત અધિકારી-સુઈગામે આવા અધિકારીઓને નોટીસ ફટકારી છે. જેમાં કાર્યપાલક ઈજનેર નર્મદા વિભાગ રાધનપુર, ડેપો મેનેજર ભાભર, વિસ્તરણ અધિકારી ભાભર, ના.કા.ઈ.મા. અને મ. (સ્ટેટ) દિયોદર, તાલુકા હેલ્થ ઓફિસર ભાભર, ના.કા.ઈ.મા. અને પ.(પંચાયત) શિહોરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાભર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાભર, અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભાભર, પોલીસ સબ ઈન્સ્પેકટર ભાભર જેવા વારંવાર બેઠકમાં ગેરહાજર રહેતા અધિકારીએ સામે પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.