કડીના કસ્બા વિસ્તારમાં સામાન્ય બાબતે દંપતિ પર હુમલો

 
 
મહેસાણા
કડીના કસ્બા વિસ્તારમાં બકરીને માર મારવા જેવી સામાન્ય બાબતની તકરારમાં દંપતી સાથે બોલાચાલી બાદ લાકડી અને છરીથી હુમલો કરી ઈજા કરાઈ હતી. આ અંગે ચાર વ્યÂક્ત સામે કડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
કડી ખાતે કસ્બામાં રહેતા જમીયતખાન  સુજાતખાન પઠાણે ગામના આશીનબેન અનવર બેગ મીર્ઝા, શબ્બીર હુસેન, મિર્ઝા, જમીલબેગ મીર્ઝા અને અલીયા મહેમદખાન સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમા જણાવ્યા અનુસાર આરોપીએ જમીયત ખાન પઠાણની પત્ની પર બકરીને માર મરવાનો વહેમ રાખી છરી અને લાકડાથી બંને પર હુમલો કરી માર માર્યો હતો. આ દરમિયાન તેમના રૂ.૧૦,૩૦૦ ક્યાંક પડી ગયા હતા, પોલીસે જેની તપાસ ચલાવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.