02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસાની બી.એડ કોલેજના તાલીમાર્થીઓની અનોખી પહેલ,હેલ્મેટ પહેરી રેલી યોજી

ડીસાની બી.એડ કોલેજના તાલીમાર્થીઓની અનોખી પહેલ,હેલ્મેટ પહેરી રેલી યોજી   28/09/2019

ડીસાની શ્રી નવજીવન બી.એડ કોલેજના તાલીમાર્થીઓ લોકોની જિંદગી બચે તેવા ઉમદા હેતુથી "હેલ્મેટ એક સુરક્ષા કવચ" જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના 110 તાલીમાર્થીઓ અને અધ્યાપક હેલ્મેટ પહેરી વિશાળ રેલી યોજી હતી. 
 
ભારતમાં છેલ્લા 17 વર્ષ માં 20 લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે દર ત્રણ કલાકે ૧૮૫ લોકો મોતને ભેટે છે ત્યારે લોકો મોટર વિહિકલ એક્ટ ના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી નવજીવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી નવજીવન બી.એડ કોલેજના તાલીમાર્થીઓ ડીસા ખાતે એક વિશાળ "હેલ્મેટ એક સુરક્ષા કવચ" જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું રેલીનું પ્રસ્થાન સેવાભાવી વ્યક્તિ હિતેશભાઈ ઠક્કર, નવજીવન બી.એડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, કોલેજના આચાર્ય ટીનાબેન સોની, પ્રોફેસર પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર અમિતકુમાર સોલંકી, પ્રોફેસર નિરવભાઈ પરમાર, પ્રોફેસર જયેશ ઠક્કર, પ્રોફેસર સોનલબેન પ્રજાપતિ તથા સમગ્ર સ્ટાફ જોડાયો હતો તમામ તાલીમાર્થીઓ હેલ્મેટ પહેરી આ રેલી નવજીવન બી.એડ કોલેજ થી ગાયત્રી મંદિર, જલારામ મંદિર રોડ ,મામલતદાર કચેરી રોડ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, મેઇન બજાર , જુના બસ સ્ટેન્ડ, સ્પોર્ટ ક્લબથી ગાયત્રી મંદિર થઈ પરત ફરી હતી આ રેલીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.'એક દો તીન ચાર હેલ્મેટ પહેરો વારંવાર', 'કરના હૈ બહુત કામ પર સુરક્ષા પે દો અપના ધ્યાન' વગેરે જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સમગ્ર ડીસા શહેરમાં ફરી જનજાગૃતિનું સુંદર કાર્ય  કર્યું હતું. આ બાબતે આચાર્ય ટીનાબેન સોનીએ જણાવ્યું કે લોકોની જીંદગી બચે, લોકો હેલમેટ પહેરે, લોકો સીટ બેલ્ટ  બાંધે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ,આ રેલી બાબતે પ્રોફેસર અમિત કુમાર સોલંકીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો મોટરસાઇકલ વ્હીકલ એક્ટ ના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે લોકો રેલી જોવા માટે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉમટી પડ્યા હતા.

Tags :