02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / રાધનપુરમાં તાલુકા વિકાસ અધિકારી ચાના પૈસા ના ચુકાવતા હોવાની ફરિયાદ

રાધનપુરમાં તાલુકા વિકાસ અધિકારી ચાના પૈસા ના ચુકાવતા હોવાની ફરિયાદ   15/08/2018

રાધનપુરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં  એક અનોખા પ્રકારની ફરિયાદ થવા પામી છે,જેમાં તાલુકા પંચાયત પાસે આવેલી ચાની લારીના માલિક સુરેશભાઈ રાજુભાઈ  ઠાકોરે મામલતદારને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી છે કે તાલુકા વિકાસ અધિકારી ચૌધરી પાસે મારા ચાના રૂ.૪૭૫૦ બે મહિનાથી લેવાના નીકળે છે તે આપતા નથી. વારંવાર ઉઘરાણું કરવા છતાંય પૈસા આપતા નથી.હું ગરીબ માણસ છું અને તાલુકા વિકાસ અધિકારી ચા મંગાવીને પી ગયા છે,અને મને ગરીબને ચા ના પૈસા આપતા નથી.તેમના ચેમ્બરમાં મને ધમકાવે છે.જેથી મારા પૈસા ચૂકવે તેવી વિનંતી કરવામાં આવી છે.આ બાબતે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જો તાલુકા વિકાસ અધિકારી ચાના પૈસા નહિ ચૂકવે તો ફોઝદારી રહે અરજદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે.

Tags :