નાના કાપરાની દૂધ ડેરીમાં બાકી પગાર તેમજ વધારો આપવા મંત્રીએ આનાકાની કરતાં હોબાળો

ડીસા : લાખણી તાલુકાના નાનાકાપરા ગામે આવેલી દૂધ ડેરીમાં મંત્રી દ્વારા છેલ્લા ત્રણ પગાર ગ્રાહકોને ન અપાતા હોવાના તેમજ તે પહેલા પણ કેટલાક ગ્રાહકોને પગાર ન કરાયાના આક્ષેપ તેમજ દૂધનો વધારો આપવામાં પણ ઉડાઉ જવાબ અપાતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો સવારે ડેરી ખાતે ધસી આવ્યા હતા. તેમજ ડેરી બાબતે મંત્રી વિરુદ્ધ લેખિત કાર્યવાહી કરવાનું નક્કી કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. લાખણી તાલુકાના નાનાકાપરા ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાં અંદાજે ૬૦૦ જેટલા ગ્રાહકો હતા. તેમજ એક ટાઇમનું ૫ થી ૭ હજાર લીટર દૂધની આવક થતી હતી. પરંતુ ડેરીના મંત્રી દ્વારા દૂધના પગારમાં અનિયમિતતા કરી કેટલાક ગ્રાહકોના પગાર નિયમિત કરાતો નહોતો. જેથી ગ્રાહકોએ કંટાળી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરતા ડેરી માં ગ્રાહકોની સંખ્યા ઘટવા પામી હતી. જ્યારે છેલ્લા ત્રણ પગારથી એક પણ ગ્રાહકોનો પગાર પણ કરાતો ન હોવાથી તેમજ દૂધના વધારા બાબતે પણ ગ્રાહકોને જો તમે મારી પાસે પૈસા માગશો તો હું ચિઠ્ઠીમાં તમારું નામ લખી આત્મહત્યા કરી લઈશ ની ધમકીઓ આપતો હોવાના આક્ષેપો સાથે વહેલી સવારથી જ દૂધ ડેરીના ગ્રાહકો એકઠા થઇ દૂર ડેરી ખાતે ધસી આવ્યા હતા. તેમજ તેમનો પગાર તેમજ દૂધનો વધારો મળે તેવી માગણી સાથે ડેરીના મંત્રી વિરુદ્ધ લેખિત રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.