02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વિરોધની વચ્ચે કોલકાતા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર સ્વાગત માટે ના પહોંચ્યા મમતા

વિરોધની વચ્ચે કોલકાતા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર સ્વાગત માટે ના પહોંચ્યા મમતા   11/01/2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા પર શનિવારનાં કોલકાતા પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદી કોલકાતા બંદર ટ્રસ્ટનાં સમારંભમાં ભાગ લેશે અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોદી કોલકાતા બંદર ટ્રસ્ટની ૧૫૦મી વર્ષગાંઠનાં અવસર પર આયોજિત સમારંભમાં સામેલ થશે અને શનિવાર સાંજે રાજ ભવનમાં મમતા બેનર્જીની સાથે બેઠક કરશે.
         રાજ્ય સચિવાલયનાં એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીનાં જણાવ્યા પ્રમાણે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર સાંજે લગભગ ૪ વાગ્યે બંને નેતાઓની વચ્ચે બેઠક થશે. મોદી એરપોર્ટથી શહેરનાં મધ્ય વ્યાપારિક જિલ્લામાં બીબીડી બાગ ક્ષેત્રનાં ઐતિહાસિક કરન્સી બિલ્ડિંગ જશે, જ્યાં તેઓ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં નિવેદન અનુસાર શનિવારનાં પ્રધાનમંત્રી કોલકાતામાં ૪ ધરોહર બિલ્ડિંગો દેશને સમર્પિત કરશે.
        નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરનાં આ બિલ્ડિંગોમાં જૂનુ કરન્સી બિલ્ડિંગ, વેલ્વેદેર હાઉસ, મેટફૉક હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે આનું રિનોવેશન તેમજ સજાવવાનું કામ કર્યું છે. મોદી રવિવારનાં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કોલાકાત પોર્ટ ટ્રસ્ટનાં વર્તમાન તેમજ સેવાનિવૃત્ત કર્મચારીઓનાં પેન્શન ફંડમાં ઉણપને પૂર્ણ કરવા માટે અંતિમ ચુકવણી તરીકે ૫૦૧ કરોડ રૂપિયાનો ચેક આપશે.
         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળનાં બે દિવસનાં પ્રવાસે કોલકાતા પહોંચ્યા. પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડે અને કોલકાતાનાં મેયર અને બંગાળનાં શહેરી વિકાસ અને નગરપાલિકા મામલાનાં મંત્રી ફિરહાદ ખાને પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. તો નાગરિકતા સંશોધન કાયદાનાં લીધી વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પીએમ મોદીનાં કોલકાતા પ્રવાસનો વિરોધ કર્યો.રાજ્ય સચિવાલયનાં એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીનાં જણાવ્યા પ્રમાણે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર સાંજે લગભગ ૪ વાગ્યે બંને નેતાઓની વચ્ચે બેઠક થશે. મોદી એરપોર્ટથી શહેરનાં મધ્ય વ્યાપારિક જિલ્લામાં બીબીડી બાગ ક્ષેત્રનાં ઐતિહાસિક કરન્સી બિલ્ડિંગ જશે, જ્યાં તેઓ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં નિવેદન અનુસાર શનિવારનાં પ્રધાનમંત્રી કોલકાતામાં ૪ ધરોહર બિલ્ડિંગો દેશને સમર્પિત કરશે.
           નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરનાં આ બિલ્ડિંગોમાં જૂનુ કરન્સી બિલ્ડિંગ, વેલ્વેદેર હાઉસ, મેટફૉક હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે આનું રિનોવેશન તેમજ સજાવવાનું કામ કર્યું છે. મોદી રવિવારનાં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કોલાકાત પોર્ટ ટ્રસ્ટનાં વર્તમાન તેમજ સેવાનિવૃત્ત કર્મચારીઓનાં પેન્શન ફંડમાં ઉણપને પૂર્ણ કરવા માટે અંતિમ ચુકવણી તરીકે ૫૦૧ કરોડ રૂપિયાનો ચેક આપશે.
         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળનાં બે દિવસનાં પ્રવાસે કોલકાતા પહોંચ્યા. પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડે અને કોલકાતાનાં મેયર અને બંગાળનાં શહેરી વિકાસ અને નગરપાલિકા મામલાનાં મંત્રી ફિરહાદ ખાને પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. તો નાગરિકતા સંશોધન કાયદાનાં લીધી વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પીએમ મોદીનાં કોલકાતા પ્રવાસનો વિરોધ કર્યો.

Tags :