ગુજરાત માં 136 તાલુકા પર મેઘ કૃપા, ગાંધીધામ-અંજારમાં વરસાદની શાનદાર બેટિંગ

રાજ્યમાં વરસાદની બીજી ઇનીંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યના 136 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આજે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ગાંધીધામ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને અંજાર તાલુકામાં ત્રણ ઈંચ મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ, જ્યારે ધ્રાંગધા, ચુડા, વઘઇ અને વાંકાનેરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 62.03 ટકા જેટલો નોંધાયો છે.
 
આ ઉપરાંત ગઈકાલથી લઈ આજ સવાર સુધીમાં કપડવંજ તાલુકામાં ૬ ઈંચ, ગોધરા તાલુકામાં 5.25 ઈંચ અને માતર તાલુકામાં 5 ઈંચ મળી કુલ બે તાલુકામાં પાંચ અને એક તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે(18 ઓગસ્ટ) સવારના 7 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કલોલ (ગાંધીનગર)તાલુકામાં 4.5 ઈંચ, સાણંદ અને શહેરામાં 4.5 ઈંચ, સાયલામાં 4 ઈંચ, અમદાવાદ શહેરમાં 4.25 ઈંચ., જેતપુર-પાવીમાં 4 ઈંચ, બાલાસિનોરમાં 4 ઈંચ, ગળતેશ્વર અને બાવળામાં 4 ઈંચ મળી કુલ આઠ તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
 
આ ઉપરાંત પેટલાદમાં 2.25 ઈંચ, ખેડા-વસો-વઘઇમાં 4.75 ઈંચ, ખંભાતમાં પોણા પાંચ ઈંચ, મૂળી, મહેમદાવાદ અને ડભોઇમાં સાડા ત્રણ ઈંચ, માંગરોળમાં 3.5 ઈંચ, ચોટીલામાં 3.5 ઈંચ, તારાપુરમાં સાડાત્રણ ઈંચ, દહેગામમાં સવા ત્રણ ઈંચ, આણંદમાં 3.25 ઈંચ, વાગરામાં સવા ત્રણ ઈંચ, કઠલાલમાં ત્રણ ઈંચ, કડીમાં 3 ઈંચ, પોશીના અને નડિયાદમાં 3 ઈંચ, મહુધામાં 3 ઈંચ, માણસા અને વઢવાણમાં 3 ઈંચ મળી કુલ 21 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
 
જ્યારે વ્યારા તાલુકામાં પોણા ત્રણ ઈંચ, ધ્રાંગધ્રામાં 2.75 ઈંચ, દાંતીવાડામાં 2.75 ઈંચ, બોરસદમાં પોણા ત્રણ ઈંચ, મેઘરજમાં 2.50 ઈંચ, લીંબડીમાં અઢી ઈંચ, હિંમતનગર અને બરવાળામાં અઢી ઈંચ, કરજણમાં 2.50 ઈંચ, મોડાસા અને ધંધુકામાં 2.50 ઈંચ, ગાંધીનગર અને હાલોલમાં સવા બે ઈંચ, ભચાઉમાં 2.25 ઈંચ, વડોદરામાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2.25 ઈંચ, ઇડર અને કલોલમાં સવા બે ઈંચ, સતલાસણા, ધોળકા, દેવગઢ-બારીયામાં 2 ઈંચ, વડાલી, લખતરમાં બે ઈંચ અને વલ્લભીપુરમાં બે ઈંચમળી કુલ 26 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 73 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.