ભિલોડાના ભાણમેર નજીક અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત

ભિલોડા તાલુકાના ભાણમેર ગામે ગુરુવારે રસ્તા પર પલ્સર મોટર સાઇકલ ના ચાલકે પોતાનું વાહન બેદરકારી,પુર ઝડપે અને ગફળતભરી રીતે ચલાવી પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી રોડની સાઈડે આવેલ ઝાડ અને દીવાલ સાથે અથડાવી પોતે અને પાછળ બેઠેલા બીજા બે યુવાનોના માથે ગંભીર ઇજા થતાં ત્રણેય ના મોત નિપજાવી ગુન્હો કર્યો હતો બનાવ અંગે ભિલોડા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભિલોડા તાલુકાના ભાણમેર ના નિર્મલ રમેશભાઈ ગામેતી એ પોતાની પલ્સર નંબર વગરની મોટરસઈકલ પુરઝડપે,બેદરકારી અને ગફળતભરી રીતે પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી રોડની સાઈડમાં આવેલ ઝાડ અને મકાનની દીવાલ સાથે અથડાવી નિર્મલ થતા મોટર સાઇકલ ની પાછળ બેઠેલ અર્જુનભાઇ ગલજીભાઈ પરમાર(ઉ.વ.૨૦)અને અલ્પેશ રમેશચંદ્ર ક્લાસવા (ઉ.વ. ૧૮)નાઓ ને માથાના ભાગે ઇજા પહોંચાડી પોતાનું અને બીજા બન્ને યુવાનો નું મોત નિપજવ્યું હતું.
બનાવ અંગે ભાણમેરના રમેશભાઈ જીવજી ગામેતી એ પલ્સર મો.સા.ના ચાલક નિર્મલ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.