02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / થરાદના બુઢણપુર પાસે અક્સ્માતમાં એકનું મોત એકની હાલત ગંભીર

થરાદના બુઢણપુર પાસે અક્સ્માતમાં એકનું મોત એકની હાલત ગંભીર   05/11/2018

પ્રાપ્ય માહિતી મુજબ સોમવારની સાંજના છ વાગ્યાના સુમારે થરાદ સાંચોર હાઇવે પર બુઢણપુરના પાટીયા પાસે એક સ્વીફ્‌ટ કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ પર સવાર તાલુકાના રાંણેશરી ગામના ત્રિકમાભાઇ રત્નાભાઇ રબારી ઉ.વ.આશરે ૨૮ નું કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે બીજા સવારને શરિરે અતિગંભીર ઇજાઓ થવા પામી હતી.આ અંગે જાણ કરાતાં દોડી આવેલા થરાદ ૧૦૮ના પાયલોટ અરવિંદસિંહ અને ઇએમટી હિના સિપાઇએ બેભાન હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડયો હતો.બાઇકચાલકો થરાદથી ખરીદદારી કરીને રાંણેશરી જવા નિકળ્યા હતા.સામેથી પુરઝડપે આવેલી સ્વીફ્‌ટ કારના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં ટક્કર મારી હતી.જેમાં મૃતકના મામાના દીકરા અરજણભાઇ (રહે.શેરાઉ)ને સિરીયસ હાલતમાં થરાદની ગઢવી હોસ્પીટલમાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયો હતો.બનાવના પગલે લોકોનાં ટોળાં એકઠાં થઇ જવા પામ્યાં હતાં.પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી.આ બનાવથી સમાજ અને પંથકમાં અરેરાટી મચવા પામી હતી.

Tags :