સિધ્ધપુર શહેરમાં વાહકજન્ય રોગોથી આરોગ્ય વિભાગની કાર્યવાહી

 સિદ્ધપુર તાલુકામાં ચોમાસાની ઋતુ અને વરસાદી પાણી ભરાવાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય  રોગો ના ફેલાય તેની તકેદારીના ભાગરુપે  આજ રોજ તારીખ ૦૪/૧૦/૨૦૧૯ ના તાલુકા હેલ્થ કચેરી, સિદ્ધપુર દ્વારા સિદ્ધપુર શહેરી વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી પાટણ જિલ્લા ના ડી.એમ.ઓ અને ઇ.એમ.ઓ. દ્વારા સિદ્ધપુરની મુલાકાત લઇ આરોગ્ય કર્મચારીઓ દ્વારા થયેલ કામગીરીનું સુપરવિઝન કર્યું હતું. .અને સ્થાનીક લોકોને વાહકજન્ય રોગોથી બચવા માટેના પગલાઓ વિષે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. આ ઉપરાંત અર્બન હેલ્થ ઓફીસ સિદ્ધપુરની મહિલા આરોગ્ય સમિતિના સભ્યોની મિટીંગ કરી હાજર રહેલા સભ્યોને રોગચાળા વિષયક આરોગ્યની જાણકારી આપી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ ઘનિષ્ઠ ફીવર સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. ૨,૭૭૫ ઘરોની મુલાકાત લઇ ૧૪,૩૩૫ વસ્તીનો સર્વે કરી ૬,૮૭૩ પાત્રો તપાસ્યા હતા. જેમાં ૩૫૯ પાત્રોમાં પોરા જોવા મળેલ. તાવના કેસો ને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી અને પોરા મળેલ પાત્રોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.