02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસાના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ

ડીસાના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ   29/07/2018

ડીસાના ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ હતી એલસીબીએ ગાડીમાંથી ૫૭,૪૦૦ નવી દેશી દારૂ સાથે ૨,૬૫,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો ઉપરાંત ગાડીમાં બે શખ્સોની અટકાયત કરી લીધી હતી.
ડીસાના ગાયત્રી મંદિર ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થતી હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસ મથકના સ્ટાફે માર્ગ કોર્ડન લીધો હતો બાદમાં બાતમીદાર ગાડી (ય્ત્ન -૦૫-ઝ્રડ્ઢ-૫૯૮૩) આવતા તેને રોકી તલાસી લેતા ગાડીમાંથી બિયર થતા વિદેશી દારૂની ૫૭૪ બોટલો મળી આવી હતી પોલીસે ૫૭ ૪૦૦ ના વિદેશી દારૂ સાથે મોબાઇલ તથા રોકડ મળી ૨ ૬૫ ૮૦૦ મુદ્દામાલ કબજે કરી લીધો હતો ઉપરાંત ગાડીનો ચાલક મહેન્દ્ર રામસિંહ બારોટ રહે ડીસા તથા ભીમસિંહ પરબતસિંહ બારોટ રહે મણઘર જાલોર રાજસ્થાન વાળાને ઝડપી લઇ બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :