થરાદ પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામના ગગાભાઇ માધાભાઇ પટેલના પુત્ર પુત્રીને સાટા પ્રથામાં વાવ તાલુકાના દેવપુરા ગામે પરણાવેલ છે.ગગાભાઇના પુત્ર દિનેશભાઇ ઉ.વ.૨૪ સોમવારની બપોરના સુમારે મોટરસાયકલ લઇને થરાદ દવા અને બિયારણ લેવા માટે મોટરસાયકલ પર જઇ રહ્યો હતો.આ વખતે થરાદ તાલુકાના નાગલા ગામની નહેર પર બોલેરો ગાડીમાં આવેલા ભાણજીભાઇ રામાભાઇ પટેલ,પબાભાઇ રામાભાઇ પટેલ,વજેસિંહ રાંમાભાઇ પટેલ,લખમણભાઇ રામજીભાઇ પટેલ તથા રામજીભાઇ પરાગભાઇ પટેલે તેને અટકાવ્યો હતો.અને અપહરણ કરી ને પીકઅપડાલામાં નાખીને સાસરે લઇ ગયા હતા.જ્યાં ગડદાપાટુ અને ટોમી વડે માર મારી જમણા પગે ફ્રેક્ચર કર્યું હતું.જેને વધુ મારમાંથી મીરાંબેન છોડાવીને સાસરે રહેલી તેની બહેન ૧૦૮માં સારવાર અર્થે લઇ આવી હતી.જ્યાં સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવની ગગાભાઇ માધાભાઇએ ફરીયાદ નોંધાવતાં પોલીસે દિનેશભાઇના સસરા અને તેમના બે ભાઇ તથા પિતરાઇઓ મળીને પાંચ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.