02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / દરેક ગરીબ વ્યકિતને આવકની અમારી ગેરેંટી : રાહુલ

દરેક ગરીબ વ્યકિતને આવકની અમારી ગેરેંટી : રાહુલ   13/03/2019

 
 
                          ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગાંધીનગરમાં પ્રચંડ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉપર મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, આ હુમલાના જવાબદાર ત્રાસવાદી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ ભાજપની સરકારે મસુદ અઝહરને છોડી મુક્યો હતો. મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, બે વિચારધારાઓન લડાઈ છે. એક મહાત્મા ગાંધીની અને દેશને કમજાર કરનાર વિચારધારાની લડાઈ છે. 

Tags :