NCRB રિપોર્ટ / માનવરહિત રેલવે ક્રોસિંગમાં ગુજરાત દેશમાં મોખરે, દરરોજ સરેરાશ ૨૨ લોકો મોતને ભેટે છે

ગુજરાત
ગુજરાત

માનવરહિત રેલવે ક્રોસિંગમાં સૌથી વધુ મૃત્યુઆંકમાં ગુજરાત દેશમાં સાતમાં નંબરે
 
અમદાવાદના ૩૭૩, સુરતમાંથી ૩૧૮ના રેલવે ક્રોસિંગમાં લોકોના મોત થયા
 
ગુજરાતમાં મીટરગેજમાં ૧૯૨ અને નેરોગેજમાં ૧૬૯ મળી કુલ ૩૬૧ માનવરહિત રેલવે ક્રોસિંગ
 
અમદાવાદઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂર (NCRB)  ૨૦૧૮ની રિપોર્ટ મુજબ ગુજરાતમાં સરેરાશ ૨૨ લોકો મોતને ભેટે છે. ગુજરાતમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતની કુલ ૧૮૪૧૪ ઘટના નોંધાઇ છે. જેમાંથી ૧૭૬૧૯ ઘાયલ થયા છે અને ૮૦૪૦ મૃત્યુ પામ્યા છે. માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતે સૌથી વધુ મૃત્યુ મામલે ગુજરાત સાતમાં સ્થાનનું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૨૫૪૧ વ્યક્તિના માનવરહિત રેલવે ક્રોસિંગમાં મૃત્યુ થયા છે. દેશમાં મીટરગેજમાં ૩૪૮ અને નેરોગેજમાં ૭૦૦ આમ કુળ ૧૦૪૮ માનવરહિત રેલવે ક્રોસિંગ છે જેમાંથી ચિંતાજનક રીતે ગુજરાત દેશમાં સૌથી મોખરે છે. ગુજરાતમાં મીટરગેજમાં ૧૯૨ અને નેરોગેજમાં ૧૬૯ મળી કુલ ૩૬૧ માનવરહિત રેલવે ક્રોસિંગ છે.
 
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના વર્ષ ૨૦૧૮ના અહેવાલ અનુસાર
ગુજરાતમાં એક તરફ બુલેટ ટ્રેન શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે. જેનાથી વિરોધાભાસ રીતે ગુજરાતમાં અનેક માનવરહિત રેલવે ક્રોસિંગની સમસ્યા યથાવત છે. અમદાવાદમાં માનવરહિત રેલવે ક્રોસિંગમાં નોંધાયેલી ૧૬૧૭ ઘટનામાંથી ૩૭૩ના મૃત્યુ થયા છે. અન્ય શહેરમાંથી રાજકોટમાંથી ૨૦૨, સુરતમાંથી ૩૧૮, વડોદારામાંથી ૧૮૨ વ્યક્તિએ માનવરહિત રેલવે ક્રોસિંગમાં અકસ્માતે જીવ ગુમાવ્યો છે.
 
માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત થવાના મુખ્ય કારણ
– સવારે ૮થી સાંજના ૭ વાગ્યા સુધીમાં સૌથી વધુ અકસ્માત
– ક્રોસિંગ પર જ વાહન ખોટકાઇ જાય છે
– ટ્રેનની સ્પીડનો સાચો અંદાજ ન કાઢી શકતા અકસ્માત થાય

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.