02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભાજપે અડવાણીને કેમ ન આપી ટિકિટ, જાણો શું છે કારણ ?

ભાજપે અડવાણીને કેમ ન આપી ટિકિટ, જાણો શું છે કારણ ?   23/03/2019

ગુરુવારના રોજ ભાજપે પોતાની પહેલી લિસ્ટ જાહેર કરી હતી અને કેન્દ્રીયમંત્રી અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીને ફરીએકવાર નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જે સીટ પર અત્યારસુધી લાલકૃષ્ણ અડવાણી લડતા હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અડવાણીને ટિકિટ ન આપતા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ નિતિન ગડકરીએ આ અંગે કારણ આપ્યું હતું.
 
નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અડવાણીજી અમારા માર્ગદર્શક હતા અને છે. આગળ પણ માર્ગદર્શન આપશે. અમારી પાર્ટીના તેઓ સિનિયર નેતા છે. પાર્ટી તેમનું સન્માન કરે છે. પરંતુ તેમની ઉંમર 90 વર્ષ થઇ ગઇ છે. એવામાં પાર્ટીએ બીજા લોકોને તક આપી છે. અમારા અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે, પરંતુ અડવાણીજીનું સન્માન આખી પાર્ટી કરે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, ગઇ ચૂંટણી કરતા વધુ મતોથી હું ચૂંટણી જીતીશ. ગઇ વખતે ત્રણ લાખ વોટથી જીત્યો હતો. આ વખતે હું પાંચ લાખ મતોથી જીતીશ. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારે જે વિકાસના કામ કર્યા છે, તેના આધારે તે જનતા વચ્ચે આવશે. મોદી સરકારે સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે લોકોનો વિકાસ કર્યો છે, આ જ અમારો મુખ્ય મુદ્દો છે.

Tags :