રાજકોટ / ગીરનો રાજા સિંહ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં હોવાનું સંભળાતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે

ગુજરાત
ગુજરાત

જસદણ-ચોટીલા વનવિભાગની ટીમ ઘટના સ્થળે જઈને સિંહની શોધખોળ આદરી છે
 
ચોટીલાથી ત્રંબા, વડાળી ત્યાંથી જસદણ પંથક અને ઠાંગા વિસ્તાર ડાલામથાઓને આવ્યો માફક
 
રાજકોટઃ ગીરનો રાજા અને એશિયાટીક લાયન સિંહ જંગલમાંથી જસદણ અને ચોટીલા પંથકમાં ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સિંહ અત્યારે ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં હોવાનું સાંભળવા મળતાં જ
રાજકોટમાં ઘણા સમય બાદ બે સિંહોએ દેખા જસદણ-ચોટીલા વનવિભાગની ટીમ સ્થળ પર જઈને સિંહના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
 
સિંહ એક જ રાતમાં રાજકોટથી ૨૫ કિ.મી. જેટલું અંતર કાપી જસદણના ભાડલા પહોંચ્યા
 દીધી છે. સિંહોએ માત્ર એક રાતમાં અંતરિયાળ માર્ગે વડાળીથી જસદણના ભાડલા સુધીનું ૨૫ કિ.મી.નું અંતર કાપી નાખ્યું હતું. બંને સિંહોએ ૬ દિવસમાં ૧૫૦ કિ.મી.નું અંતર કાપ્યું છે અને હવે ચોટીલા તરફ જઈ રહ્યાનું વનવિભાગના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે. રેડિયોકોલરના લોકેશન તેમજ ગ્રામજનોએ જાણ કરતા વનવિભાગ ભાડલા પહોંચ્યું હતું અને ભાડલાના સીમશાળા વિસ્તારમાં જ બે સિંહ મળી આવ્યા હતા. હાલ વનવિભાગ સિંહને પાંજરે પૂરવાની કોઇ કવાયત નહીં કરે સિંહો કઈ તરફ જઇ રહ્યા છે તેનું મોનિટરિંગ કરાશે.
 
વનવિભાગ માટે સુખદ ઘટના
સિંહની વસતી વધીને અંદાજે ૬૫૦ જેટલા થઈ છે. વનવિભાગ માટે આ સુખદ ઘટના છે કે સિંહ કુદરતી રીતે પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. સિંહ જે વિસ્તારોમાંથી પસાર થયા ત્યાંના ગ્રામવાસીઓએ પણ સિંહ તેમના વિસ્તારમાં વસવાટ કરે તેવું ઈચ્છે છે.
 
ફરી મોટી લટાર લાગી શકે
સિંહની ઉંમર હાલ નાની છે, ચોટીલામાં જ રહે તેવું હાલના તબક્કે અનુમાન છે. મેટિંગની વય સુધી પહોંચવામાં એકાદ વર્ષ થઈ જશે. વિસ્તાર પર કબજો કર્યા બાદ સિંહ મેટિંગ માટે તત્પર બનશે માટે સિંહણની શોધ કરવા વિસ્તારમાં ફરવાનું શરૂ કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.