02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / સુરેન્દ્રનગરમાં પતિ, પત્ની અને તેમના 2 માસના પુત્રનું રહસ્યમય મોત

સુરેન્દ્રનગરમાં પતિ, પત્ની અને તેમના 2 માસના પુત્રનું રહસ્યમય મોત   02/03/2019

સુરેન્દ્રનગર: વઢવાણના બલદાણામાં સેલાભાઇ જેઠાભાઇની વાડીમાં ખેતી કામ કરવા માટે મધ્યપ્રદેશથી પરિવાર આવ્યો હતો. પરંતુ આ કુટુંબના 21 વર્ષના નાનકાભાઇ ઉર્ફે નાનકો કાલીયાભાઇ ઉર્ફે કાળુભાઇ, 19 વર્ષના ત્ની પુપીબેન અને 2 માસના દીકરા સાહિલની ગામના અવાવરૂ કુવામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઇ છે. બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી પાણીમાં ફોગાઇ ગયેલી લાશને બહાર કાઢી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે પરિવારજનોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં મરનાર નાનકાભાઇ અને પુપીબેને પ્રેમ લગ્ન કર્યાં હતાં. અને બંને બલદાણા પોતાના પિતા કાળુભાઇ સાથે રહેતા હતા.
 
તા. 24 ને રવિવારે લીંબડીના સૌકા ગામે રહેતા પોતાના સાળાને ત્યા જવાનું કહીને પતિ, પત્ની અને પુત્ર સાથે ઘરેથી નીકળ્યા હતા. તેઓ મોબાઇલ પણ ઘરે જ મુકીને ગયા હતા. 5 દિવસ બાદ ગુરુવારે સાંજે તેમની લાશ કુવામાંથી મળતાં મોતનું રહસ્ય ઘેરાયું છે. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેયની લાશને પીએમ માટે રાજકોટ ફોરેન્સીક લેબમાં મોકલી આપવામાં આવી છે.
 
મારા બનેવી 1 વર્ષ પહેલા બહેનને ભગાડીને લઇ ગયા હતા. નાતના રિવાજ મુજબ પૈસા લઇને સમાધાન પણ કરી લીધું હતું. પછી બન્ને શાંતીથી રહેતા હતા તેમને બનતું પણ હતું. પણ બનેવીના બાપા કાળુભાઇ ગમે તે કારણોથી તેમને હેરાન કરતા હતા. મારી બેનને બાબો આવ્યો ત્યારે તેમને અમદાવાદથી ગાળો દઇને બલદાણા બોલાવી લીધા હતાં. જ્યાં બહેન અને તેના દિકરાને સીમમાં ખુલ્લામાં સુવડાવ્યા હતાં. બનેવી અને બહેન અવાર નવાર કહેતા હતા કે કાળુભાઇ દારૂ પીને ગાળો આપીને માર મારે છે. રવીવારે ફોન આવ્યા બાદ મે ફોન કર્યો તો બહેનના સસરા કાળુભાઇએ ફોન ઉપાડ્યો હતો. અને કીધું કે તે બન્ને ક્યાંક જતા રહ્યા છે. તમારી પાસે નથી આવ્યા.? ત્યારબાદ આ ઘટના બની તો પણ મને તેમણે જાણ કરી નથી. હું તેમની રાહ જોઇને બેઠો છું. નાનુભાઇ, મૃતકનો સાળો
 
પતિ પત્ની જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે આત્મહત્યાનો પ્લાન બનાવીને જ નીકળ્યા હોય તેવું અનુમાન કરાઈ રહ્યું છે. કારણ કે, તેમની જ્યારે કુવામાંથી લાશ મળી આવી ત્યારે ત્રણેયના હાથ એક બીજા સાથે ખાટલા ભરવાની પાટીથી બાંધેલી હાલતમાં હતા. આમ સાથે મરવા અને સાથે જીવવાનો કોલ નિભાવ્યો હોય તેમ લાગતું હતું.
 
પતિ અને પત્નીએ જે આત્મહત્યા કરી છે તે ચકચારી બનાવમાં પતિ અને પત્ની પોતાની કોઇ કારણોસર તેમને જીવન જીવવું મુશ્કેલ લાગ્યું હોય અને આત્મહત્યા કરી હશે. પરંતુ તેમના 2 માસના નિર્દોષ બાળકનું શું? તેને મારવા માટે બન્ને વિરુદ્ધ તપાસને અંતે હત્યાનો ગુનો દાખલ થઇ શકે છે.
 
 

Tags :