02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / જિલ્લાચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક મળી

જિલ્લાચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક મળી   13/03/2019

 
 
 
 
                  કેન્દ્રીય ચુંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવાની સાથે પાટણ જીલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ મુક્ત નિષ્પક્ષ અને નિર્ભીક રીતે યોજી શકાય તે માટે સર્વગ્રાહી આકલન કરવા માટે જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી આનંદ પટેલે નોડલ અધિકારીઓની બેઠક યોજી ચૂંટણી પ્રક્રિયાને સાંગોપાંગ સફળ બનાવવા માટે જરૂરી તમામ કામગીરી બિનચૂક, સમયસર અને પૂરી દક્ષતા સાથે કરવા જીલ્લા ચૂંટણી અધિકારીએજરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લાચૂંટણી અધિકારીશ્રીએ મતદાન મથકો મતદાન મથકોથી મતદાન પ્રક્રિયા માટેની સહુલીયતો, સેનિટેશન સહીત કાયદો વ્યવસ્થાના નિયમન અને નોડલ અધિકારીઓ વચ્ચેના સંકલન પર જીલ્લા ચૂંટણી અધિકારીએ ભાર મુક્યો હતો. જીલ્લા ચૂંટણી અધિકારીએ પ્રત્યેક કામગીરીને ખુબ ચીવટ સાથે કરવા જરૂરી કાર્યવાહી શરુ કરવા તમામ ૧૮ નોડલ અધિકારીઓને સુચના આપી હતી .જીલ્લાની૩-પાટણ લોકસભા બેઠકના નિર્વાચીન અધિકારીશ્રીઓ સાથે પુરતું લાયઝન ગોઠવવા પણ જીલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી સુઝાવો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા  વિકાસ અધિકારી ડી.કે. પારેખ, નિવાસી અધિક કલેકટર બી.જી પ્રજાપતિ, પોલીસ અધિક્ષક શોભા ભુતડા, ડીઆરડીના નિયામકશ્રી દિનેશ પરમાર, અને નાયબ ચુંટણી અધિકારી મુકેશ પટેલ સહિત તમામ નોડલ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Tags :