02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / હાઈવે ઉપર લૂંટ કરતી ડફેર ટોળકીનો સાગરીત ઝડપાયો

હાઈવે ઉપર લૂંટ કરતી ડફેર ટોળકીનો સાગરીત ઝડપાયો   19/10/2018

 
 
              પાટણ જિલ્લા એલ.સી.બી. પોલીસે લૂંટ, ધાડ અને ખુનના ગુનામાં નાસતા ફરતા અને હાઈવે લૂંટ ચલાવતી ડફેર ટોળકીના સાગરીતને હારીજના રસુલપુરા ગામેથી આબાદ ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. તેથી હાઈવે લૂંટના ગુનાના વધુ ભેદ ઉકેલાવાની શક્યતા છે.
પાટણ જિલ્લામાં પોલીસ વડા તરીકે નિયુક્તી પામેલાં શોભા ભુતડાની કડક કાર્યવાહી પ્રજાજનોમાં દિન-પ્રતિદિ પ્રસંશનીય બનવા પામી રહી છે કાયદો અને વ્યવસ્થાની કામગીરીનાં સતત હિમાયતી એવા પાટણ જિલ્લા પોલીસ વડા શોભા ભુતડાની સુચનાથી વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા સારૂ ઈન.પો.ઈન્સ. આર.બી. ભટોળ તથા પો.સ.ઈ વાય.કે. ઝાલા,  એ.એસ.આઈ ભાણજીજી સુરજજી, અ.હે.કો અમિત સિંહ, કિર્તીસિંહ, અ.પો.કો. વિનોદ ભાઈ, અ.પો.કો કુલદીપ કુમાર લક્ષ્મીદાસ, મહેન્દ્ર સિંહ, ધવલકુમાર નવાઝશરીફ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પાટણ ખાતે હાજર હતા તે દરમિયાન ઈન્ચાર્જ પો.ઈન્સ આર.બી.  ભટોળને બાતમી મળેલ કે માળીયા મીયાણા જી.મોરબી ગુ.ર.નં.૧૭/ર૦૧૮ તથા માળીયા મીયાંણા જી.મોરબી ગુર.નં.૧૮/ર૦૧૮ ના ગુનામાં નાસતો ફરતો આરોપી હાલમાં હારિજ પોલીસ સ્ટેશનની હદમાં રસુલપુરા (ગાલ્લા) ગામની સીમમાં રહે છે જે હકીકત આધારે જગ્યા ઉપર કોન્લીંગ કરી આરોપી સિંધી (ડફેર) હયાત દાઉદ કરીમ (હાલ રહે. ગામની સીમ તા.હારીજ મુળ રહે. રેથડ તા.સાણંદ)ને પકડી પાડી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. 

Tags :