02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસામાં અરવલ્લી જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા “વિશ્વ રેડ ક્રોસ” દિવસની ઉજવણી

મોડાસામાં અરવલ્લી જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા “વિશ્વ રેડ ક્રોસ” દિવસની ઉજવણી   08/05/2019

અરવલ્લી જીલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના પછી જીલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે ૮ મે  વર્લ્ડ રેડક્રોસ ડે ની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી , અરવલ્લી જિલ્લા શાખા મોડાસા તરફથી એક જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને રેડ ક્રોસ સોસાયટીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
 
અરવલ્લી જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૮ મે , બુધવારે મોડાસાના માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિરેથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મેઘરજ તાલુકા શાખાના ચેરમેનશ્રી દીપકભાઈ રામદેવ પુત્રમે પ્રસ્થાન કરાવ્યુ હતું. મોડાસા અને ધનસુરાના એલ્ડરલી હોમ હેલ્થ કેર એટેન્ડન્ટ ના તાલીમાર્થીઓ હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીનું મોડાસાના ચાર રસ્તે આવેલા ટાઉનહોલ ખાતે સમાપન થયું હતું. બેટી બચાવો બેટી પઢાવો , જળસંચય , પર્યાવરણ બચાવો ,થેલેસેમિયાની ગુજરાતમાં થી નાબૂદીના પ્લે કાર્ડ ધ્વારા નગરજનોને જાગૃતિનો સંદેશો અપાયો હતો.આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખાના સેક્રેટરી શ્રી રાકેશભાઈ જોષી, ટ્રેઝરર શ્રી જીતુભાઈ અમીન ,કારોબારી સભ્યો શ્રી વિઠ્ઠલભાઈ પટેલ ,શ્રી અરવિંદભાઇ શ્રીમાળી ,શ્રી કે.કે શાહ તથા મહિલા પાંખના ડો.દીપ્તિબેન ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :