02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ભારત અને વિશ્વના પ્રથમ વ્યસનમુક્ત ગામ ભેખડીયા અને જામલીમાં વ્યસનીઓ માટે કાયમી પ્રવેશબંધી

ભારત અને વિશ્વના પ્રથમ વ્યસનમુક્ત ગામ ભેખડીયા અને જામલીમાં વ્યસનીઓ માટે કાયમી પ્રવેશબંધી   01/04/2019

ડીસા દારૂ - તમાકુના વ્યસનથી ધન - આરોગ્ય અને કાર્યશક્તિનો નાશ, સારવાર ખર્ચ, અકાળ મૃત્યુ, લડાઈ ઝઘડા, મહિલાઓ બાળકો પરિવારની બરાદીની ગણતરી કરવામાં આવે તો વ્યસન એ પરિવાર, દેશ અને વિશ્વની ગરીબી અને બરબાદીમાં રપ ટકા હિસ્સો દારૂ - તમાકુ - ગુટખાના વ્યસનનો છે. જે ગામમાં દારૂડીયાઓ વસે છે ત્યાં એકતા, શાંતિ અને વિકાસ અસંભવ હોય છે.આથી વ્યસન એમાનવ જાતિનો મહાશત્ર છે. વ્યસન એ જીવન દ્રોહ, પરિવાર દ્રોહ, દેશદ્રોહ, અને અધર્મ છે. વ્યસન એ વહેવારનું માધ્યમ કે, મિત્રતાનો સેતુ નથી પણ પ્રાણઘાત અંધારી ખીણ છે. જેમાં પાડીને માણસ નિશ્ચિત અકાળે મરે છે અને પરિવારને બરબાદ કરતો જાય છે. અન્યને દારૂ - તમાકુ - બીડી - સીગારેટનો આગ્રહ કરનારા મિત્ર કે સ્વજન નહી પણ જીવલેણ શત્રુ છે. જળક્રાંતિ - ગીર ગાય ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ હજારો ગામો - શહેરોમાં વ્યસનથી થતી બરબાદી પ્રત્યક્ષ અભ્યાસ કર્યો 
સૌરાષ્ટ્રમાં ૧૩પ ના મસાલા - માવાના દુષણથી વ્યસની કિસાનો - મજુરો - કારીગરો મહિને સરાસરી ૧૦૦૦ થી ૧પ૦૦ રૂ.અને વર્ષે ૧ર થી ૧પ હજાર રૂ.વેડફી નાંખે છે. બધાના દાંડ સડીને મોઢા ગંધાતી ગટર જેવા થઈ ગયા છે અને તમાકુથી ગામ દીઠ પ૦ થી ૪૦૦ મહિલાઓ વિધવા થઈ ચુકી છે. મજુરી કરીને જીવતા દેશના આદિવાસીઓની વાર્ષિક આવાકના રપ થી ૩૦ રકમ દારૂ - તમાકુ - વિમલ - ગુટખામાં વેડફાય છે. આદિવાસી ગામ - ઢીંકવા તા.હાલોલ જિ.પંચમહાલમાં દારૂથી ૩૦૦ થી વધુ મહિલાઓ વિધવા થઈ છે. વ્યસનમાં વેડફાતા ધનથી આખા દેશના બાળકોને દેશી ગાયનું દુધ અવશ્ય પીવડાવી શકાય કે, શિક્ષણ આપી શકાય.
દારૂ - તમાકુ - ગુટખાથી થતા રોગો, ટી.બી. કેન્સર હૃદયરોગની સારવારમાં દર વર્ષે સરકાર (દેશ)ના અબજા રૂપિયા સરકારી - ખાનગી હોસ્પિટલોમાં ખર્ચાય છે. જા વ્યસનમુક્તિ ભારત બને તો દેશનો આરોગ્ય ખર્ચ ૩૩ ટકા અવશ્ય ઘટી જાય. જે અબજા રૂપિયા દેશમાં શિક્ષણ - જળરક્ષા - રાષ્ટ્ર વિકાસમાં વાપરી શકાય.
આ બરબાદીનો જાત અભ્યાસ કરીને મનસુખભાઈ સુવગીયાએ ઈ.સ.ર૦૦પ માં વ્યસનમુક્તિ ભારતનો સંકલ્પ કર્યો. હજારો સભાના અંતે લોકોને વ્યસનની બરબાદી સમજાવીને ગાય - પરમાત્માની સાક્ષીએ લોકોને તમાકુ - મસાલા - બીડી - વિમલ ગુટખા અને દારૂ મુક્તિનો સંકલ્પ લેવાડાવી એક લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. પોતાનો ઉદ્યોગ ફ્લોટેક સબમર્સિબલ પંપમાં ર૦૦ કર્મચારીઓ માટે માસિક રૂ.પ૦૦ વ્યસનમુક્તિ બોનસ આપે છે. પોતાની પુત્રી પ્રતીક્ષા અને પુત્ર કશ્યપના લગ્ન સંપૂર્ણ વ્યસન પ્રતિબંધથી કર્યા છે. મનસુખભાઈ સુવાગીયાનું આચરણ દેશ અને વિશ્વ પ્રેરક છે.  
જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી મનસુખભાઈ સુવાગીયાએ આદિવાસી ગામ - ભેખડીયા તા.ક્વાંટ જિ.છોટાઉદેપુર અને ગામ જામલી - જી.આલીરાજપુરપ્રદેશને દેશના પ્રથમ દિવ્યગ્રામ બનાવવાની વિશ્વ પ્રેરક યોજના હાથ ધરી છે. બંને ગામને દારૂ - તમાકુ - ગુટખા વ્યસનથી સંપુર્ણ મુક્ત કર્યા છે. વિશેમાં દારૂ તમાકુના વ્યસન કરીને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધના ગામના તમામ માર્ગો ઉપર બોર્ડ લગાવ્યા છે.આવી હિંમત કરનાર અને અમલ કરનાર ભેખડીયા અને જામલી દેશ અને વિશ્વના પ્રથમ ગામો છે. ગરીબ - પછાત આદિવાસીઓની પહેલ દેશના ધર્મસ્થાનો - સામાજીકક્ષેત્રો, સંસદ, શિક્ષણ સંસ્થાઓ અને દરેક ગામમાં અમલી બને એવી મનસુખભાઈ સુવાગીયાની દેશ અને વિશ્વને અપીલ છે. 

Tags :