02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ધાનેરાની મિશ્ર શાળા નં.૧માં અસામાજિક તત્વોનો ત્રાસ

ધાનેરાની મિશ્ર શાળા નં.૧માં અસામાજિક તત્વોનો ત્રાસ   02/08/2018

ધાનેરામાં ગત વર્ષે આવેલા વિનાશક પુરથી શહેરની મિશ્ર શાળા નં.૧ની કમ્પાઉન્ડ દીવાલો પડી ગઈ હતી જે હજુ સુધી ફરી બંધાઈ નથી જેથી આ શાળામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.ધાનેરા તાલુકામાં ગત વર્ષે આવેલા વિનાશક પુરથી ભારે તબાહી સર્જાઈ હતી. આ પુર હોનારત દરમ્યાન  ધાનેરા શહેરની મધ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા એવી ધાનેરા મિશ્ર શાળા નં.૧ માં પણ ભારે નુકશાન થયું હતું.આ  શાળામાં પુરનું પાણી ઘુસી જતા કોમ્પ્યુટર સહિતની સાધનસામગ્રીને ભારે નુકશાન થવા સાથે પૂરના ભયાનક વહેણમાં શાળાની ચારે તરફની કમ્પાઉન્ડ વોલ  અને શૌચાલય પણ  ધરાશાયી થઇ ગયા હતા. જોકે આ કુદરતી આપદાને એક વર્ષથી પણ વધુનો સમય વીતવા છતાં આજ સુધી આ શાળામાં નવી સંરક્ષણ
આભાર - નિહારીકા રવિયા  દીવાલ બાંધવાની તસ્દી લેવાઈ નથી. હાલ આ શાળાની આજુબાજુ દીવાલ ન હોવાથી શાળા સમય બાદ કેટલાક અસામાજિક તત્વો શાળામાં ઘુસી જઇ દારૂની મહેફિલ માણતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સવારે બાળકો શાળામાં આવે ત્યારે શાળાના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો નજરે પડે છે. છેલ્લા ત્રણ દિવસથી શાળાના ક્લાસરૂમોના દરવાજામાં અને પ્રથમ માળ પર જવાના પગથીયામાં કેટલાક અસામાજિક તત્વો મળત્યાગ કરતા હોઈ બાળકોને ક્લાસરૂમમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

Tags :