પાલનપુરની શાળાઓ નજીક તમાકુ વેચનારા વેપારીઓ દંડાયા

પાલનપુર : પાલનપુર શહેરમાં શાળાઓ નજીક કેટલાક વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ તમાકુ અને તેની બનાવટની ચિજ વસ્તુઓ વેચવામાં આવી રહી હોવાની રાવ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને આવા વેપારીઓ સામે ૧૦ કેસ કરી રૂપિયા ૧૭૫૦ નો દંડ ફટકાર્યો હતો. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કન્સલટન્ટ ઓફિસર (ટોબેકો કંન્ટ્રોલ) અને એપેડેમિક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતુ કે, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે લોકો વ્યસનમુક્ત બને તે માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સુચના પ્રમાણે કલમ-૬ મુજબ પાલનપુર શહેરની સ્કુલોની આસપાસ પાન ગલ્લામાં તમાકુ વેચનારાઓ સામે બનાસકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ તમાકુ સ્કોડ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ સાથે રાખી ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ અને તેની બનાવટની ચિજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે ૧૦ કેસ કરી રૂપિયા ૧૭૫૦ નો દંડ       ફટકાર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.