02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આજથી દેશમાં ફરી ‘મોદી સરકાર’ : સાંજે સપથવિધિ

આજથી દેશમાં ફરી ‘મોદી સરકાર’ : સાંજે સપથવિધિ   30/05/2019

નવી દિલહી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ આવતીકાલે નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. શપથવિધિ ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શપથવિધિ આવતીકાલે સાંજે સાત વાગે શરૂ થશે. શપથવિધિને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ભાજપની પ્રચંડ જીત બાદ આ કાર્યક્રમને ભવ્ય બનાવવા જારદાર તૈયારી કરી લેવામાં આવી છે પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી તરફથી એવા સંકેત મળ્યા છે કે, કાર્યક્રમને સામાન્ય અને ગંભીરરુપ આપવામાં આવે તે જરૂરી છે. સાદગીપૂર્ણરીતે કાર્યક્રમની તૈયારી કરવામાં આવી છે. શપથગ્રહણ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. મુખ્ય દ્વાર અને મુખ્ય ભવનની વચ્ચે ભવ્ય રસ્તો બનાવવામાં આવ્યો છે જેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશના શાસનાધ્યક્ષોના સ્વાગત માટે ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન પદના શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. દરબાર હોલમાં માત્ર ૫૦૦૦ લોકોના સમારોહ યોજી શકાય છે. સૌથી પહેલા ચંદ્રશેખરે ૧૯૯૦માં બહારી પ્રાંગણમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ૨૦૧૪માં વડાપ્રધાનના શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખ ઉપરાંત ૪૦૦૦ મહેમાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૧૪ દેશોના પ્રમુખ જાડાયા હતા. મોદીની શપથવિધીની તમામ તૈયારી આજે પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવી કેબિનેટમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે સાંજે સાત વાગે મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક સભ્યો પણ મંત્રી તરીકે શપથ લેનાર છે. જા કે આ સંબંધમાં વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાષ્ટ્રપિત રામનાથ કોવિન્દ આવતીકાલે સાંજે સાંત વાગે મોદી અને અન્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવનાર છે.

Tags :