પાલનપુર: પુત્રને ટ્યુશન મૂકી પરત ફરી રહેલા પિતાને અકસ્માત નડ્યો

પાલનપુર તાલુકાના ગઢ પાસે વહેલી પુત્રને ટ્યુશન મૂકી પરત ફરી રહેલા પિતાને અકસ્માત નડ્યો હતો. વાન અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવાર પિતાનુ મોત નિપજયુ હતું.
 
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના વતની અને ભાવીસણા પ્રાથમિક શાળા મા મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય પ્રકાશચંદ્ર કરશનભાઇ વાણીયા ગુરુવારની સવારે પોતાના પુત્રને ગઢ ખાતે ટ્યુશનમા મુકી ને બાઇક પર પરત ટાકરવાડા આવી રહ્યા હતા.
 
દરમિયાન ગઢ નજીક સામેથી પુરઝડપે આવી રહેલ વાન ના ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવીગ કરીને બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમા બાઇક સવાર પ્રકાશચંદ્રને ગંભીર ઇજાઓ થતા તેમનુ મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.