ભાઈઓનાં કાંડા પર આ રક્ષાબંધને સજશે સોના-ચાંદીની રાખડીઓ, કિંમત 8 હજારથી લઇને 50 હજાર રૂપિયા સુધી

રક્ષાબંધન 26 ઓગસ્ટે છે. ફેન્સી રાખડીઓની સાથે જ ભાઈઓના કાંડા પર સોના-ચાંદીની રાખડીઓ પણ બાંધવામાં આવશે. જ્વેલરી શોપ પર ઓફરની સાથે નવા-નવા કલેક્શન્સ પણ લોન્ચ થઇ રહ્યા છે. છગનલાલ દયાલજી સાકચી શૉરૂમના માલિક પિયુષ આડેસરાએ જણાવ્યું કે આ વખતે રક્ષાબંધન પર 15થી 20 ટકા કારોબાર વધશે. સોના અને ચાંદીની રાખડીઓની ડિમાન્ડ છે. સોનાની રાખડી બ્રેસલેટની જેમ બનાવવામાં આવી છે. આ રાખડીઓ 5થી લઇને 10 ગ્રામ વજનની છે. સોનાની રાખડીઓની કિંમત 8થી 50 હજાર સુધી છે. સોનાની સરખામણીએ ચાંદીની રાખડીઓ વધુ વેચાઇ રહી છે.

રાખડી વિક્રેતા કુલવંતસિંહ ભાટિયાએ જણાવ્યું કે- 5 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધીની રાખડીઓ છે. પાંચ રૂપિયાવાળી રાખડી મૌલીના દોરાના સ્વરૂપમાં છે. જ્યારે ડિઝાઇનવાળી રાખડીઓ 10થી લઇને 500 રૂપિયા સુધીની છે. રાખડીની સાથે કાગળની બનેલી થાળીમાં રાખડી, કંકુ-ચોખાની સાથે કાર્ડ, નણંદ દ્વારા ભાભીની બંગડીમાં બાંધવાના લુંબા, 30થી લઇને 400 રૂપિયા સુધીની કિંમતવાળા આકર્ષક ગ્રીટિંગ કાર્ડ્સ, બહેનોને આપવા માટે ચોકલેટનું વેચાણ થઇ રહ્યું છે.

રૂ. 10-1000

 

બાળકોની રાખડીઓ રૂ. 10-351
 ચાંદીની રાખડીઓ રૂ.1500-2000
સોનાની રાખડીઓ રૂ. 8000-50,000

ભારતીય સંસ્કૃતિથી જોડાયેલી ચંદન, રૂદ્રાક્ષ અને તુલસી વગેરેની બ્રેસલેટ જેવી રાખડીઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

 ચાંદીની વચ્ચે મોતીઓથી પરોવવામાં આવેલી રેડીમેડ રાખડીઓ વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ રાખડીઓનું પણ ખૂબ વેચાણ થઇ રહ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.