02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે ૭૦ મા ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી

પાટણ ખાતે ૭૦ મા ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી   28/01/2019

 
  
 
                     
 
                                   દેશના ૭૦ મા ગણતંત્ર દિનની પાટણ ખાતે કરાયેલી જાજરમાન ઉજવણી પ્રસંગે પાટણ જિલ્લાના કલેકટર આનંદ પટેલે દેશ દુલારા ત્રિરંગા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી. પાટણ પણ દેશના મહામૂલા પ્રજાસત્તાક પર્વની ઉવજણીમાં અનેરી આસ્થા સાથે સહભાગી બન્યું છે. ભારત વર્ષની આઝાદીને હાંસલકરવા માટે શહીદોએ આપેલું બલિદાન સૌની વંદનાના અધિકારી છે.ભારત આજે વિશ્વમાં અગ્રગણના ધરાવતા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયો છે. દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રબળ વડપણ સાંપડ્‌યું છે. તેમની રાહબરી હેઠળ દેશ ઝડપથી વિકાસના અર્થતંત્ર તરીકે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.  દેશના સપૂતોને સ્મરણાંજલિ અર્પતાં કલેકટરશ્રીએ ઉમેર્યું કે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પૂજ્ય રવિશંકર મહારાજની પાવનભૂમિ એવા ગુજરાતે આઝાદીનાં ફળ અદના આદમીને સાદર કર્યા છે. ગુજરાતની વિદ્યમાન સરકારે વડાપ્રધાનશ્રી સ્વપ્નના ગુજરાતને મૂર્તિમંત કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતે કૃષિ સાથે ઔદ્યોગિક વિકાસના નવતર સોપાન કંડાર્યા છે. દેશની આર્થિક તરક્કીને અનુસરી ગુજરાત પણ ઝડપથી વિકાસ કરતું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ ગુજરાતે પણ વિકાસની મહાકુચ આરંભી છે. છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખી અનેક પગલાં લીધા છે. ગુજરાતે દલિતો-વંચિતો અને છેવાડાના લોકો માટે વિકાસના નિર્ણાયક પગલાં લીધા છે. આમ પાટણ જિલ્લો રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી પ્રગતિના પંથે આગળ વધી રહયો છે. આજના શુભ દિવસે પાટણ જિલ્લાના સર્વે નાગરિકોને પુનઃ શુભકામના પાઠવી હતી.

Tags :