નશામાં ધૂત માણસે ફૂટપાથ પર ઊંઘતા લોકો પર ચડાવી દીધી કાર, તેને ખબર જ નહોતી કે ગાડી રોડ પર ચાલે છે કે લોકો પર

રાતના પોણા 11 વાગે બધું સામાન્ય હતું અને અચાનક ગાંધીનગર સ્ટેશન બાજુથી એક સ્કોર્પિયો ફૂલ સ્પીડે આવી અને ફૂટપાથ પર ચડી ગઈ હતી. ગાડી ચલાવતો ભારત ભૂષણ મીણા એટલો નશામાં હતો કે, ફૂટપાથ એંગલમાં ફસાયેલી ગાડીને આગળ પાછળ કરીને બહાર કાઢવામાં તેણે ઘણાં લોકોને કચડી નાખ્યા અને તેની તેને ખબર જ નહોતી. કચડાયેલા લોકોની ચીસો સાંભળીને ઘણાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. જ્યારે લોકોએ ભારત ભૂષણને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ઊભા રહેવાની સ્થિતિમાં પણ નહોતો અને તેમ છતાં તે ગાડી ચલાવી રહ્યો હતો.
 
બજાજ નગર પોલીસ સ્ટેશનમાં બેઠેલા ભારત ભૂષણે જણાવ્યું કે, તે કરૌલીથી ચાર દિવસ પહેલાં જ જયપુર આવ્યો હતો. જયપુરમાં તેના માતા-પિતા અને બાળકો રહેતા હતા. તેમને મળ્યા પછી તે શનિવારે પાછો કરૌલી પરત જવાનો હતો. તેના મિત્રએ તેને દારૂની પાર્ટી માટે બોલાવ્યો હતો. મિત્રની પાર્ટીમાંથી તે ઘરે પરત આવી રહ્યો હતો તે દરમિયાન જ સરસ પુલ પાસે વળાંક આગળ કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી.
 
આરોપી ભારત ભૂષણ કરૌલીમાં રહેતો હતો. હાલ તે જયપુરના માલવીય નગરના સેક્ટર 6માં રહેતો હતો. તેણે પહેલાં પોતાની જાતને પ્રોપર્ટી ડીલર ગણાવ્યો હતો. ત્યારપછી તેણે પોતે પત્રકારિતા સાથે જોડાયેલો છે અને કરૌલીમાં તેમનો પેટ્રોલપંપ છે તેવી વાત પણ કરી હતી. એક્સિડન્ટ પછી કારનો દરવાજો ખોલતા જ નીચે પડી ગયો હતો. ઘાયલોની ઓળખ નાનૂરામ, જગમોહન, સાજિદ અને સીતારામ તરીકે થઈ છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ઘાયલોને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. ભારતને જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે તેણે એવું જ કહ્યું કે, હું મિત્રના ઘરે દારૂ પીવા ગયો હતો અને ત્યાંથી પાછો આવતો હતો ત્યારપછી મને ખબર નથી શું થયું છે.
 
ઘનશ્યામ ધાનકાએ કહ્યું- હું ફૂટપાથ પાસે બેસીને ઘરેથી ફોન આવ્યો હતો એટલે વાત કરી રહ્યો હતો. ત્યારે જ એક ગાડી આવી અને તેણે લોકોને કચડી નાખ્યા. ઘાયલ નાનુરામે થોડા સમય પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે પણ નાનુરામની બાજુમાં જ સૂતો હતો. પરંતુ ઘરેથી ફોન આવતા તે ઉઠીને થોડી દૂર જઈને વાત કરતો હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી. તેથી હું બચી ગયો.
 
અચાનક ફૂલ સ્પીડમાં એક સ્કોર્પિયો આવી અને કોઈ વ્યક્તિ કંઈ સમજી શકે તે પહેલાં જ ગાડી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ગાડી એક લોખંડના થાંભલાને ધમ્મ દઈને અથડાઈ હતી. એટલો જોરથી અવાજ આવ્યો હતો કે લોકો ગભરાઈ ગયા હતા. લોકો ચીસો પાડી રહ્યા હતાં. સ્કોર્પિયો ગાડી ઉપર હતી અને લોકો નીચે કચડાઈ રહ્યા હતા. ચાલકે કાર ભગાવવા માટે એક્સીલેટર દબાવ્યું, તેથી પાછળના પૈડાં ઝડપથી ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ગાડીની નીચે ફસાયેલા લોકો ઝડપથી પાછળથી નીકળી ગયા હતા. તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી. એક્સિડન્ટ કેવી રીતે થયો તે ખબર પડી પરંતુ કેમ થયો તેની શરૂઆતમાં કોઈને ખબર પડી નહીં. પરંતુ જ્યારે લોકોએ ભેગા થઈને ડ્રાઈવરને કારની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે તે નશામાં ધૂત હોવાના કારણે આ ઘટના બની હતી. અમુક લોકોએ કારમાં તોડફોડ કરી હતી અને તેને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચીને ગુસ્સે થયેલા લોકોને શાંત કર્યા હતા. ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા છે અને તે દરેકની સ્થિતિ ગંભીર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.