સુરતમાં વહેલી સવારે પેટ્રોલપંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ચલાવાઈ લૂંટ, CCTV

જિલ્લામાં ફરી સક્રીય થયા લૂંટારુઓએ અમદાવાદ-મુંબઈ હાઇ વે પર પલસાણાના કરણગામની સિમમાં આવેલા ઇન્ડિયન ઓઇલ કંપનીના શ્રી પેટ્રોલપંપને નિશાન બનાવ્યો હતો. અને વહેલી સવારે બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓએ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

 
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ વે પર કરણગામ ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ કંપનીના શ્રી પેટ્રોલિયમ પંપ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો. વહેલી સવારે યામાહાની સ્પોર્ટ બાઇક ઉપર ત્રણ ઈસમો પેટ્રોલ પુરાવી પાણી પીવાના બહાને ફરજ પરના કર્મચારીને વાતોમાં રાખ્યા હતા. ત્યારબાદ ત્રણેય ઈસમ આવીને કેશ કેબીનમાં રહેલા પ્રતાપભાઈ ચૌહાણની છાતી પર બંદૂકની અણીએ 55 હજારની લૂંટ કરી હતી. લૂંટ કરી ભાગવા જતા બાજુમાં આવેલી વિજય પેલેસ હોટેલના વોચમેને ત્રણેય ઇસમોને રોકવા જતા બાઇક પર બેસેલા ત્રણ ઈસમો પૈકી વચ્ચેના ઇસમે સામેથી આવતા વોચમેન ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે નિશાન ચુકી જતા વોચમેનનો આબાદ બચાવ થયો હતો.
 
લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આ સમગ્ર મામલાની જાણ પલસાણા પોલીસને થતા પલસાણા પોલીસ સહિત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચી જિલ્લામાં અનેક જગ્યાએ નાકાબંધી કરી લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.