ટૂંકાગાળામાં વાવ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે

 
 
                                ટૂંકાગાળામાં ૧૫,૦૦૦ ની જનસંખ્યા ધરાવતું વાવ શહેર વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી એક મોર્ડન શહેર તરીકે ઉભરી રહ્યું છે. ટૂંકાગાળામાં વાવ શહેરમાં વિનિયન કોલેજ, આઇ.ટી.આઇ. કોલેજ, જી.ઇ.બી.ની નવિન કચેરી, વાવ સિવિલ કોર્ટનું નવિન સંકુલ, ૩.૫ કરોડના ખર્ચે વાવ ખાતે બની રહેલી હોÂસ્પટલ, નવિન બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડની પાછળ પુસ્તકાલય, કોમ્યુનીટી હોલ તેમજ શૌચાલયની કામગીરી પૂરજાશમાં, માદાતરા તળાવની આજુબાજુ પ્રોટેકશન દીવાલ, તાલુકા પંચાયત કચેરી-વાવથી મામલતદાર કચેરી સુધીનો નવિન માર્ગ, વાવ મેઇન બજારમાં બ્લોકની કામગીરી, તાલુકા પંચાયત કચેરીમાં નવિન શૌચાલયો અને પેશાબ ઘરની સુવિધા તેમજ ગામમાં શેરીએ શેરીએ એલ.ઇ.ડી. લેમ્પનું વીજળીકરણ, નવિન પંચાયત ઘર, વાવ શહેરની મધ્યમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ઉપરાંત સ્વ. રૂડાજી સોલંકીની પ્રતિમા તેમજ નવિન શિવ મંદિર, હીંગળાજ મંદિર, ત્રિકમજી ભગવાનનું મંદિર તેમજ એક ડઝનથી વધુ શોપિંગ સેન્ટરો આ તમામ પરિÂસ્થતિ નિહાળતાં વાવ શહેર વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. જેનો યશ પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઇ રાજપૂત તેમજ તાલુકા પંચાયતની સમસ્ત બોડી અને વાવ સરપંચ ઠાકરસીભાઇ વેણ, ડે. સરપંચ વિહાજી રાજપૂત અને સમસ્ત પંચાયતની બોડી અને સદસ્ય મિત્રોના ફાળે થાય છે. હવે ટૂંકાગાળામાં વાવ શહેર વહીવટ અને વિકાસની દૃષ્ટિએ મોર્ડન શહેર તરીકે ઉભરી આવશે. વાવ શહેરથી માત્ર બે કિ.મી.ના અંતરે સૂઇગામ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે સોલાર પાર્કની કામગીરી પણ ધમધમી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.