02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ

વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ   04/08/2018

જુન- ર૦૧પ ની બી- સમરીના મુદ્દે વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ ર૦૧પ માં લૂંટ અને હુમલા સંદર્ભે વાવ પોલીસે ૧૬૯ નું નિવેદન લઈને તેમનું નામ ફરીયાદમાંથી કમી કરી દીધું હતું. જેથી ફરીયાદી પરાગભાઈ અજાજી ગોહિલે (ખીમાણાપાદર) હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે હાઈકોર્ટે નીચેની વાવની સિવિલ કોર્ટને તા. પં.પૂર્વ પ્રમુખનું નામ રાખવા અને તાત્કાલિક ધરપકડ કરવા સુચન કર્યુ હતું. જેથી પોલીસે તેમની ધરપકડ કરતા સરહદી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

Tags :