જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ધમધમી

 
 
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશનની ૩૫ દિવસની રજાઓ આજે પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇ આજથી જ શાળાઓમાં બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી .  વહેલી સવારથી જ નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ સ્કુલ યુનિફોર્મમાં તૈયાર થઈ શાળાએ જવા રવાના થયા હતા. રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આજથી ફરી ધમધમવા લાગી છે.  થોડાક દિવસો અગાઉ રાજ્ય સરકાર સમક્ષ ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે વેકેશન લંબાવવાની માગણી કરી હતી. પણ રાજ્ય સરકાર દ્વારા રાબેતા મુજબ નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવા અભિગમના પગલે આજથી તમામ શાળાઓ શરૂ થશે ત્યારે ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ ભાસતી શાળાઓ પુન ધમધમી ઉઠી છે.  નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ગામડાઓમાં આવેલી શાળાઓમાં આવશે.
આજે ૧૦મી જૂન સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેને લઇ વેકેશનના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓ બહારગામ કે અન્ય સ્થળો પર ગયા હતા. તેઓ પણ પોતાના ઘરે આવી ઉત્સાહપૂર્વક શાળામાં જવાની તૈયારીઓ કરી દીધી છે. શાળાઓનું વેકેશન ખુલતા બજારોમાં પણ પુસ્તકો યુનિફોર્મની ખરીદી કરવા માટે વિદ્યાર્થીઓની વાલીઓ ભીડ જોવા મળી રહી છે. દુકાનદારો પણ શાળાઓ ખુલતા વધુ સારી ઘરાકી જોવા મળશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.