02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને લાખોનું નુકસાન જવાની ભીતિ

ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને લાખોનું નુકસાન જવાની ભીતિ   08/08/2018

ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને લાખોનું નુકસાન જવાની ભીતિ
 
 
 
અરવલ્લી જિલ્લામાં વાવણી બાદ પાછોતરો વરસાદ ખેંચાતાં ધરતી પુત્રો ચિંતિત બન્યા છે. વરસાદ ખેંચાશે તો ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને લાખોનું નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
અરવલ્લી
આભાર - નિહારીકા રવિયા  જિલ્લામાં મોસમનો કુલ ૨૩૯૭ મિલિમિટર વરસાદ વરસ્યો છે. ત્યારે શરૂઆતમાં સારો વરસાદ વરસવાને કારણે જિલ્લાના ખેડૂતોએ જિલ્લામાં કુલ ૨.૦૩ લાખ હેકટર ખેતની જમીન પૈકી ૧.૭૦ લાખ હેકટર જમીનમાં અડદ,તુવેર,બાજરી,મગફળી,કપાસ,સોયાબીન તેમજ મકાઈનું વાવેતર કર્યું છે. શરૂઆતમાં પ્રથમ રાઉન્ડમાં વરસાદ વરસ્યા બાદ પાછોતરો વરસાદ ખેંચાતાં ખેડૂતોનો પાણી વગર પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ વાવેલી મગફળીમાં તો ઉધઈ અને જીવાત પડી ગઈ છે જ્યારે કપાસ પણ પાણી વગર ચીમળાય રહ્યો છે. જેના કારણે ખેડૂતોનું મોંઘાભાવનું બિયારણ માથે પડે તેવી પરિÂસ્થતિનું નિર્માણ થતાં ખેડૂતો ચિંતિત બની હાલ કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા આગામી બે ત્રણ દિવસમાં વરસાદ ન આવે તો ખેડૂતો માટે સહાય જાહેર કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.
એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, વરસાદ ખેચાતા કપાસનો પાક સુકાવા લાગ્યો છે. 
જયારે મગફળીનો પાક તો નાશ થવાના આરે છે. જા ટૂંક સમયમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતોની પરિÂસ્થતિ કફોડી બની શકે છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદ સારો પડતાં ખેડૂતોએ વાવણી કરી છે. આગામી દસ દિવસ સુધી હજી ખેતીને વાંધો આવે તેમ નથી અને ત્યાર બાદ ઉદભવનારી સમસ્યા માટે ખેતરમાં ભેજ રાખવા માટે પાળા કરવા, 
ઉગેલા પાકના છોડ વચ્ચેનો છોડ ઉપાડી લઈ બંને છોડ વચ્ચેનું અંતર વધારવા જેવી બાબતોએ અમે ગ્રામ સેવકોને તાલીમ આપી રહ્યાં છીએ. પાણીના અભાવે વધુમાં વધુ પાક નિષ્ફળ જતો કેવી રીતે બચાવી શકાય તે માટે આ ગ્રામ સેવકો ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોને મદદરૂપ થઈ વધુમાં વધુ પાક નિષ્ફળ જતો બચાવાય અને ખેડૂતને નુકશાન ન થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે.

Tags :