અમીરગઢ પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

 અમીરગઢ પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી
 
 
અમીરગઢ પોલીસે શકના આધારે સ્વીફ્ટ ગાડી (નં.જી.જે.૧ર.એ.કે.પ૭૯ર) ને રોકાવાનો ઈશારો કરેલ પરંતુ ગાડી ચાલક કાચા રસ્તે બમણી ગતિએ ગાડી હંકારી અમીરગઢમાં ઘુસી ગયો હતો. તેથી પોલીસે ફિલ્મી ઢબે પિછો કરતા ભરચક બજારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાતા અફડા - તફડી મચી ગઈ હતી. જાકે સ્વીફ્ટ ગાડી ફાટક ક્રોસ કરી આગળની ગોળાઈમાં ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ પલટી ખાઈ ગઈ હતી. પોલીસે વિદેશી દારૂની ૩ર૭ બોટલ કિંમત રૂ.૧પ૦૦૦ સાથે ગાડી મળી કુલ રૂ.ર,૧પ,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ રાજસ્થાનના આરોપી નંદ કિશોર ભંવરલાલ દૂધવાળા, રાજવીરસિંહ હિરાલાલ જાટ, હાલચંદ ગોવિંદલાલ જાટ અને સાગર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.