02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આજે મોદી કાળ ભૈરવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરશે

આજે મોદી કાળ ભૈરવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરશે   26/04/2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી સંસદીય સીટ પરથી બીજી વાર ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મોદી ડી પેરિસ હોટલમાં બુથ અધ્યક્ષ અને અન્ય અધિકારીઓને સંબોધન કરશે. ત્યારપછી તેઓ ત્યાંથી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા પછી કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. આ દરમિયાન એનડીએના ખાસ નેતાઓ સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહેશે. મોદી ઉમેદવારી પત્ર ભરશે ત્યારે પણ એનડીએના અમુક નેતાઓ સામેલ થશે. તેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાન, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થશે. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

Tags :